Rohit Sharma Took Big Decision: રોહિત શર્માને લઈને તાજેતરમાં અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તે ઓક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા સામે સીરિઝ બાદ વનડે ઈન્ટરનેશનલમાંથી પણ સંન્યાસ લઈ શકે છે. જોકે, રોહિતની એક્શન તો કંઈક બીજી જ દિશા દર્શાવી રહી છે. હવે કરિયર બચાવવા માટે રોહિત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતમાં ઑસ્ટ્રેલિયા-A વિરુદ્ધ સીરિઝમાં રમવા ઈચ્છે છે....
Day: August 21, 2025
આસામમાં 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ પર પ્રતિબંધ, સરકારનો મોટો નિર્ણય
આસામ સરકારે રાજ્યમાં આધાર કાર્ડ બનાવવા અંગે મોટો નિર્ણય લીધો છે. 21 ઓગસ્ટે જાહેર કરાયેલા આ નિર્ણય મુજબ હવે રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ આપવામાં નહીં આવે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે, ગેરકાયદે પ્રવાસીઓને નાગરિકતા મેળવતા અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ વ્યવસ્થા ઓક્ટોબરથી અમલમાં આવશે અને તે માટે...
ટ્રમ્પ અને વેનેઝુએલામાં તણાવ: 3 યુદ્ધ જહાજો સામે 45 લાખ સૈનિકો, શત્રુતા પાછળના 5 મોટા કારણો
અમેરિકા અને વેનેઝુએલાની શત્રુતા ફરી એકવાર ચર્ચામાં છે. ડ્રગ્સ તસ્કરી રોકવાના બહાને અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા તરફ ત્રણ યુદ્ધ જહાજ મોકલ્યા છે. અમેરિકાએ આરોપ મૂક્યો છે કે વેનેઝુએલાની સરકાર ડ્રગ્સ તસ્કરીને પ્રોત્સાહન આપી રહી છે, જ્યારે વેનેઝુએલાએ આ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે અને જવાબમાં 45 લાખ સૈનિકો તૈનાત કર્યા છે. વેનેઝુએલાના પ્રમુખ...
વડાપ્રધાન મોદીની ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોન સાથે ફોન પર યુક્રેન યુદ્ધ મુદ્દે ચર્ચા
ભારત હંમેશાથી યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે વાતચીતનો માર્ગ અપનાવવાનું સમર્થન કરતું આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ પણ સંઘર્ષનો ઉકેલ સંવાદ દ્વારા લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર ચર્ચા કરી. બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો માટે શાંતિપૂર્ણ ઉકેલ માટેના...
રેલવે મુસાફરો માટે રાહત: વધારાના સામાન પર નહીં લાગે કોઈ દંડ, અહેવાલોને રદ કર્યા
રેલવે મુસાફરો માટે મહત્વની સ્પષ્ટતા કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ટ્રેન મુસાફરો પાસેથી વિમાન સેવા જેવી વધારાના સામાન માટે વધારાના ચાર્જ વસૂલવાની કોઈ નવી વ્યવસ્થા કરવામાં આવી નથી. તાજેતરમાં આવી રહેલા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવે લગેજ માટે નવા નિયમો લાગુ કરી રહી છે, જેમાં મર્યાદા કરતાં વધુ સામાન...
જીએસટી સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી: 12% અને 28% ટેક્સ સ્લેબ રદ કરવાનો પ્રસ્તાવ GOMએ મંજૂર કર્યો
કેન્દ્ર સરકારના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સ્લેબ સંશોધનના પ્રયાસોને ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સ (GOM) દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ સંશોધન અંતર્ગત હાલના ચાર ટેક્સ સ્લેબ — 5%, 12%, 18% અને 28% —માંથી 12% અને 28% સ્લેબ રદ કરીને તેને 5% અને 18%માં મર્જ કરવાની ભલામણ કરવામાં આવી છે. દિવાળીના પૂર્વે આ નવા દરો લાગૂ...
જયશંકરનો ટ્રમ્પને મોસ્કોમાંથી જવાબ: “ભારત નહીં, ચીન રશિયાનું સૌથી વધારે ક્રૂડ ખરીદે છે”
વિદેશ મંત્રી એસ. જયશંકરે મોસ્કો ખાતે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવ સાથે મુલાકાત કરી અને ભારત પર લાગેલા અમેરિકી ટેરિફ અંગે સ્ફોટક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે રશિયાનો સૌથી મોટો ક્રૂડ ઓઇલ ખરીદનાર દેશ ભારત નહીં પરંતુ ચીન છે. એચએલએનજી સહિતના અન્ય ક્ષેત્રોમાં પણ ભારત સૌથી મોટો ગ્રાહક નથી, એ યુરોપિયન યુનિયન છે....
એશિયા કપ 2025 માટે ભારતે પાકિસ્તાન સામે રમવાની મંજૂરી આપી, પરંતુ દ્વિપક્ષીય શ્રેણી પર નિષેધ યથાવત
એશિયા કપ 2025ના આયોજનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, ભારત પાકિસ્તાન સામે માત્ર મલ્ટી નેશનલ ટુર્નામેન્ટ્સમાં જ રમશે, જ્યારે દ્વિપક્ષીય શ્રેણી પૂર્વવત નિષિદ્ધ રહેશે. ભારત સરકારનું કહેવું છે કે, ભારતીય ટીમ પાકિસ્તાન પ્રવાસે નહીં જાય અને પાકિસ્તાનની ટીમને પણ ભારતમાં પ્રવેશ આપવા...
હવે જે બોલર આ ખાસ ટેસ્ટ પાસ કરશે તેને જ ટીમ ઈન્ડિયામાં મળશે એન્ટ્રી: BCCIએ બદલ્યો નિયમ
BCCI New Fitness Test: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ખેલાડીઓની ફિટનેસ ટેસ્ટ માટે નવો નિયમ આવ્યો છે. આ નિયમનું નામ બ્રોંકો ટેસ્ટ (Bronco Test) છે. આ નિયમ રગ્બીમાંથી લેવામાં આવ્યો છે. જેનાથી ખેલાડીઓની એરોબિક અને દોડવાની ક્ષમતાને પરખવામાં આવશે. આ ટેસ્ટ મેદાન પર ટકી રહેવા અને લાંબા અંતર સુધી રનિંગ ક્ષમતાની જાણ થશે. બ્રોંકો ટેસ્ટ...
દ.આફ્રિકાનો આ ખેલાડી ફરી વિવાદોમાં, ડેબ્યૂ મેચમાં બોલિંગ એક્શન પર ઉઠ્યા સવાલ
South African Prenell Subramaniam Bowling Action: ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ દક્ષિણ આફ્રિકાના ઑફ સ્પિનર પ્રેનેલન સુબ્રાયેન વિરૂદ્ધ સંદિગ્ધ બોલિંગ એક્શનની નોંધ લેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પહેલી વનડે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન પ્રેનેલન સુબ્રાયેનની બોલિંગની માન્યતા મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જેની કાયદેસરતા ચકાસવામાં આવી રહી છે. સુબ્રાયેને મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે પોતાની પ્રથમ વનડે મેચમાં...









