વૉશિંગ્ટન: અમેરિકાનાં સંયુક્ત રાષ્ટ્રસ્થિત પૂર્વ રાજદૂત નિક્કી હેલીે ચેતવણી આપી છે કે ભારતને વિશિષ્ટ લોકશાહી મૂલ્યો ધરાવતા વ્યૂહાત્મક ભાગીદાર તરીકે ન ગણવું અમેરિકાની સૌથી મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે ભારત ચીન સામેનું સૌથી મોટું કાઉન્ટર વેઇટ છે અને ભારત કોમ્યુનિસ્ટ ચીનની જેમ ડરાવતું નથી.
નિક્કી હેલીે ટ્રમ્પના નિર્ણયની પણ ઉગ્ર ટીકા કરી હતી, જેમાં ભારત પર ૨૫% ટેરિફ ઉપરાંત ૨૫% દંડાત્મક ડયુટી લાગુ કરવામાં આવી રહી છે, જે કુલ ૫૦% આયાત કર સમાન છે. આ નિર્ણય ૨૭ ઓગસ્ટથી અમલમાં આવશે. હેલીના જણાવ્યા મુજબ, સૌથી વધુ તેલ ખરીદનાર ચીન છે, છતાં તેની ઉપરથી ડયુટી હળવી કરવામાં આવી છે, જ્યારે ભારતીય માલસામાન અને સેવાઓ ઉપર ડયુટી બમણી કરી દેવામાં આવી છે.
તેમણે ચેતવણી આપી હતી કે આ પગલાંના પરિણામે છેલ્લા પચ્ચીસ વર્ષથી ભારત સાથે સુધરેલા સંબંધો પર પાણી ફરી શકે છે. હેલીે જણાવ્યું હતું કે ચીન મુક્ત વિશ્વ માટે મોટું ભય બની રહ્યું છે અને એશિયામાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા માગે છે, જ્યારે ભારત સૌને સહકાર આપે છે.
સાથે જ તેમણે ભારતને સલાહ આપી હતી કે રશિયામાંથી તેલની ખરીદી ઘટાડવી જોઈએ. હાલમાં ભારત પોતાની તેલની જરૂરિયાતમાંથી ૪૦ ટકા જેટલું તેલ રશિયાથી ખરીદે છે, જ્યારે તેની શસ્ત્ર સામગ્રીની ૮૦ ટકા જરૂરિયાત પણ રશિયા પાસેથી પૂરી કરે છે.

Leave a Reply