ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 9ના વિદ્યાર્થીએ પોતાના શિક્ષક પર ગોળીબાર કર્યો. આ ઘટનામાં શિક્ષકને જમણા ખભા નીચે ગોળી વાગી, જેને કારણે તેમને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
માહિતી મુજબ, શિક્ષક દ્વારા વિદ્યાર્થીને થપ્પડ મારતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવી વિદ્યાર્થીએ પોતાના લંચ બોક્સમાં તમંચો છુપાવી સ્કૂલમાં લાવ્યો અને વર્ગખંડમાં જ શિક્ષક પર ગોળી મારી દીધી. ગોળીબાર બાદ વિદ્યાર્થીએ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ અન્ય શિક્ષકોએ તેને પકડી લીધો.
આ ઘટનાથી સમગ્ર જિલ્લામાં શિક્ષકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. શિક્ષક સંસ્થાઓએ વિરોધમાં હડતાળ અને ધરણા યોજ્યા છે. કાશીપુર અને આસપાસના વિસ્તારોમાં ખાનગી શાળાઓ બંધ રાખવામાં આવી છે. પોલીસે વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધો છે અને પિસ્તોલ કબજે કરી મામલાની તપાસ શરૂ કરી છે. હાલ શિક્ષકની સ્થિતિ ગંભીર છે અને સારવાર ચાલુ છે.

Leave a Reply