બિહારમાં આવનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે. શુક્રવારે ગયામાં યોજાયેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન રાજકીય હલચલ વધારતી ઘટના સામે આવી. રેલીના મંચ પર આરજેડીના બે ધારાસભ્યો, નવાદાની ધારાસભ્ય વિભા દેવી અને રાજૌલીના ધારાસભ્ય પ્રકાશ વીર, NDAના નેતાઓ સાથે બેઠા જોવા મળ્યા.
માહિતી મુજબ, વિભા દેવી આરજેડીના પૂર્વ ધારાસભ્ય અને બાહુબલી નેતા રાજ બલ્લભ યાદવની પત્ની છે, જેમને તાજેતરમાં જ પટના હાઈકોર્ટથી દુષ્કર્મના કેસમાં મુક્તિ મળી હતી. બીજી તરફ, પ્રકાશ વીર આરજેડીના જ્યેષ્ઠ નેતા રાજ બલ્લભ પ્રસાદના નજીકના માનવામાં આવે છે. ચર્ચાઓ છે કે બંને ધારાસભ્યો આરજેડીથી અંતર જાળવી રહ્યા છે અને NDAમાં જોડાવાની શક્યતાઓ મજબૂત બની રહી છે.
ગયાની રેલી દરમિયાન મંચ પર તેમની ઉપસ્થિતિથી આરજેડીમાં હડકંપ મચી ગયો છે. રાજકીય જાણકારોના જણાવ્યા મુજબ, ટિકિટ વહેંચણીને લઈને પણ અસંતોષની અસર જણાઈ રહી છે, ખાસ કરીને પ્રકાશ વીર માટે આગામી ચૂંટણીમાં આરજેડી તરફથી ટિકિટ મળવાની સંભાવના ઓછી જણાઈ રહી છે.

Leave a Reply