અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટકાળ દરમિયાન શરૂ થયેલી કડક ઇમિગ્રેશન નીતિઓ હવે વધુ ગંભીર રૂપ લઈ રહી છે. તાજેતરમાં, ટ્રમ્પ પ્રશાસને 5.5 કરોડથી વધુ કાયદેસર વિઝાધારકોની ચકાસણી શરૂ કરી છે. આ વિઝાધારકો પૈકી કોઈએ પણ અમેરિકાના ઇમિગ્રેશન નિયમોનો ભંગ કર્યો હશે, તો તેમને દેશમાંથી તાત્કાલિક બળજબરીથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે.
એસોસિયેટેડ પ્રેસના પ્રશ્નના જવાબમાં અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે દરેક વિઝાધારકની સતત તપાસ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને દસ્તાવેજ માટે અયોગ્ય માનવામાં આવે, તો તેનું વિઝા રદ કરી દેશનિકાલ કરવામાં આવે છે. ખાસ કરીને તેઓ જે ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે, જાહેર સુરક્ષા માટે જોખમરૂપ છે અથવા આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે, તેમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રમ્પના વહીવટકાળ દરમિયાન શરૂ થયેલી નવી નીતિ મુજબ, ઈમિગ્રેશન અને કાયદાકીય રેકોર્ડ્સની બારીકીથી સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પગલાંનો સીધો અસર એવા લોકોને થઈ શકે છે જે અમેરિકામાં કાયદેસર રીતે વિઝા પર રહેતા હોય છતાં પણ વિઝા રદ થવાનો સંભાવ હોય.
ઉલ્લેખનીય છે કે હવે ટ્રમ્પ પ્રશાસને નવી નીતિ હેઠળ કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરોને વર્ક વિઝા આપવાનો ઇન્કાર કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ જણાવ્યું કે આ પગલાનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ટ્રક ડ્રાઇવરોની રોજગાર સુરક્ષા અને માર્ગ સલામતી વધારવાનો છે. સાથે જ, હવે ટ્રક ડ્રાઇવરો માટે અંગ્રેજી ભાષાની સમજ અને વાચન ફરજિયાત કરવામાં આવી છે.

Leave a Reply