ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી

ભારત-અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે પોસ્ટ વિભાગે અમેરિકા માટે પાર્સલ સેવા અસ્થાયી રીતે બંધ કરી

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદના પગલે ભારતીય પોસ્ટ વિભાગે મોટો નિર્ણય લીધો છે. ભારતમાં મોકલાતા મોટા ભાગના પાર્સલ અને ટપાલ સેવાઓ 25 ઓગસ્ટ, 2025થી અમેરિકા માટે અસ્થાયી રીતે બંધ કરાઈ રહી છે. આ નિર્ણય અમેરિકાના નવા કસ્ટમ ડ્યુટી નિયમો અને સ્પષ્ટીકરણના અભાવને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

ગયા 30 જુલાઇના રોજ અમેરિકાએ જાહેર કર્યું કે 800 ડોલર સુધીના સામાન પર આપવામાં આવતી કસ્ટમ છૂટ હવે ખતમ થઈ ગઈ છે. હવે 29 ઓગસ્ટ, 2025થી 800 ડોલર સુધીના સામાન પર પણ ડ્યુટી લાગશે. નવા નિયમ અનુસાર ટપાલ મારફતે અમેરિકા મોકલાતા પાર્સલ પર કસ્ટમ ડ્યુટી જમા કરાવવી જરૂરી થશે. જોકે, આ કલેક્શન સિસ્ટમ કેવી રીતે લાગુ થશે તે હજુ સ્પષ્ટ નથી, જેના કારણે ભારતીય પોસ્ટે સુરક્ષા રૂપે સેવા પર રોક લગાવી છે.

અત્યારે 25 ઓગસ્ટથી પત્ર, દસ્તાવેજ અને 100 ડોલર સુધીની ગિફ્ટ આઈટમ સિવાયની કોઇ સેવા મંજૂર નહીં હોય. અમેરિકાના નિયમો 29 ઓગસ્ટથી લાગુ થશે. એર કેરિયર્સે પણ જણાવ્યું છે કે 25 ઓગસ્ટથી ટપાલનો સામાન સ્વીકારી શકશે નહીં.

વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્રમ્પની વિદેશનીતિ અને ભારત-અમેરિકા સંબંધોની સ્થિતિ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન સાથેના વિવાદમાં ભારતે ક્યારેય મધ્યસ્થી સ્વીકાર્યો નથી અને ઓપરેશન સિંદૂર વખતે પણ અમેરિકાએ મધ્યસ્થી પ્રયત્નો કર્યા હતા તે ખોટું દાવો છે. જૈશ્વંકરે જણાવ્યું કે, ખેડૂતો અને નાના ઉત્પાદકોના મામલામાં કોઈ બાંધછોડ નહીં થાય અને રશિયાથી તેલ ખરીદી બાબત પણ ભારતની નીતિ સ્પષ્ટ છે.

Leave a Reply

Your email address will not be published.