ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર

ભારતના સૌથી ધનિક મુખ્યમંત્રી કોણ? ચંદ્રબાબુ નાયડુ પહેલા નંબર પર

ભારતના મુખ્યમંત્રીઓની સંપત્તિ પર આધારિત તાજેતરની રિપોર્ટમાં એ ખુલ્યું છે કે એન્ડ્રાપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ દેશના સૌથી ધનિક મુખ્યમંત્રી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) અને નેશનલ ઈલેક્શન વોચના રિપોર્ટ અનુસાર, ચંદ્રબાબુ નાયડુ પાસે 931 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. રિપોર્ટ મુજબ, પંજાબના મુખ્યમંત્રી પેમા ખાંડૂ 332 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ધરાવે છે, જ્યારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પાસે 51 કરોડ રૂપિયાથી વધુ સંપત્તિ છે.

સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી છે, જેઓ પાસે માત્ર 15.38 લાખ રૂપિયાની સંપત્તિ છે. ઓમર અબ્દુલ્લા 55.24 લાખ રૂપિયાથી બીજા ક્રમે છે, જ્યારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પાસે 1.18 કરોડ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પાસે 1.46 કરોડ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે 1.54 કરોડ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે 1.64 કરોડ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પાસે 1.97 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી પાસે પણ 1.97 કરોડ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈ પાસે 3.80 કરોડ રૂપિયાની સંપત્તિ નોંધાઈ છે.

ADR સંસ્થાએ મુખ્યમંત્રીઓ દ્વારા ચૂંટણી પહેલાં આપેલ સોગંદનામાઓની તપાસ કર્યા પછી આ રિપોર્ટ તૈયાર કર્યો છે. મણિપુરમાં હાલમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવેલ હોવાથી ત્યાંના મુખ્યમંત્રીને આ વિશ્લેષણમાં સામેલ કરવામાં આવ્યા નથી. રિપોર્ટ મુજબ, દેશના 30 મુખ્યમંત્રીઓની કુલ સંપત્તિ 1,632 કરોડ રૂપિયા છે અને સરેરાશ સંપત્તિ 54.42 કરોડ રૂપિયા છે.

 

Leave a Reply

Your email address will not be published.