પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત

પીલીભીતમાં ફોર્ચ્યુનર-રિક્ષાની ભયંકર ટક્કર, 2 મહિલા અને 2 બાળકો સહિત 5ના મોત

ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ફોર્ચ્યુનર કાર અને રિક્ષા વચ્ચે થયેલી ભયંકર ટક્કરમાં કરૂણ ઘટનાનો ભોગ બનીને 5 લોકોના મોત નીપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે અથડામણ બાદ રિક્ષા રસ્તા પરથી ખસી ખાડીમાં જઈ પડી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

મળતી માહિતી અનુસાર, રિક્ષામાં ડ્રાઈવર સહિત 10 લોકો સવાર હતા. જેમાંથી 2 મહિલા અને 2 નાના બાળકો સહિત કુલ 5 લોકોના મોત થયા. અકસ્માત સમયે ફોર્ચ્યુનરના તમામ એરબેગ ખુલી જતા કારમાં સવાર લોકો સુરક્ષિત રહ્યા હોવાની માહિતી સામે આવી છે. ઘટનાના બાદ કાર ચાલક કાર છોડી સ્થળ પરથી ફરાર થઈ ગયો.

ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published.