સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર

સુરત: નવી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલા બે આરોપીમાંથી એક ઝડપાયો, બીજો હજુ ફરાર

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી પોલીસની નજરથી ફરાર થયેલા બે આરોપીમાંથી એકને ઝડપવામાં આવી છે, જયારે બીજો હજુ ફરાર છે. ઝડપાયેલ આરોપીનું નામ શુભમ શર્મા છે, જેને સિંગણપોર વિસ્તારમાંથી પકડીને ફરી જેલ હવાલે કરાયો છે. શુભમ પર પોક્સા અને દુષ્કર્મના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી હતી.

સુરતના ચોક બજાર પોલીસે ગત સમયમાં શુભમને રાજકોટની જેલમાં હવાલે કર્યો હતો, જ્યારે ગત શુક્રવારે સેશન્સ કોર્ટમાં રજૂ કરવા દરમિયાન બેભાન થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેણે પોલીસની નજરથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટનાથી પોલીસ સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં બે ગંભીર ગુનાના આરોપીઓ ફરાર થયા હતા. ખટોદરા પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે અને બીજી ફારાર થયેલી વ્યક્તિને પકડવા માટે પગલાં લઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.