મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ આ વર્ષે બજારમાં આવશે, પીએમ મોદીની જાહેરાત

મેડ ઈન ઈન્ડિયા સેમીકન્ડક્ટર ચીપ આ વર્ષે બજારમાં આવશે, પીએમ મોદીની જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ભારતમાં બનેલી મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ બજારમાં ઉપલબ્ધ થશે. ટેક્નોલોજીના યુગમાં સેમીકંડક્ટર મોબાઇલ, ઈલેક્ટ્રિક વ્હિકલ અને અનેક ઈલેક્ટ્રોનિક સાધનોમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. ભારતે હવે આ ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી છે, જેમાં સેમીકંડક્ટરના ઉત્પાદન માટે રૂ. ૬૫,૦૦૦ કરોડનું ભંડોળ બનાવાયું છે અને અત્યાર સુધીમાં ૬૨,૯૦૦ કરોડની ફાળવણી થઈ ચુકી છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત નાના ફેરફારોની જગ્યાએ ક્વાન્ટમ જમ્પ માટે આગળ વધશે. દેશમાં સેમીકંડક્ટર ફેક્ટરીઓ વિકસિત થઈ રહી છે અને આ વર્ષે ભારતની પ્રથમ મેડ ઈન ઈન્ડિયા સેમીકંડક્ટર ચીપ બજારમાં આવશે. રૂ. ૭૬,૦૦૦ કરોડના સેમીકંડક્ટર મિશનમાં ચીપ ઉત્પાદન સાથે મોહાલીમાં લેબ મોડર્નાઈઝેશન અને ડિઝાઇન ઈનોવેશનનો પણ સમાવેશ છે.

પીએમ મોદીએ એ પણ જણાવ્યું કે, ભારતમાં બનેલા ઈલેક્ટ્રિક વાહનો વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં નિકાસ થાય છે. તેમણે અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની ઝડપથી પ્રગતિનું ઉલ્લેખ કર્યું અને જણાવ્યું કે ગગનયાન મિશનની તૈયારીઓ ચાલુ છે, જે ભારતીયોને અવકાશયાત્રા માટે મોકલશે.

તાજેતરમાં, એસએન્ડપી ગ્લોબલ રેટિંગે ભારતની ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કરી છે, જે દેશની આર્થિક મજબૂતી અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની ભૂમિકા દર્શાવે છે.

 

Leave a Reply

Your email address will not be published.