પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી

પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા જલદી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને આ ખુશીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેરકર્યા  છે. કપલે એક પોસ્ટમાં કેકની તસવીર રજૂ કરી હતી, જેમાં ‘1+1+3’ લખેલું હતું અને નવજાત શિશુના પગની નિશાની પણ દેખાઈ રહી હતી. આ સાથેની વીડિયોમાં બંને પાર્કમાં વૉક કરતા દેખાયા. ચાહકો અને બોલિવૂડના અન્ય કલાકારો ઉપરાંત રાજકારણ સાથે જોડાયેલા દિગ્ગજોએ પણ તેમને વધામણાં આપી રહ્યા છે.

પોસ્ટમાં બંનેએ કેપ્શનમાં લખ્યું, “હમારા છોટા સા બ્રહ્માંડ.. આગે બઢ રહા હૈ, ઢેર સારા આશીર્વાદ.” હુમા કુરૈશી, સોનમ કપૂર અને ભૂમિ પેડનેકરે પણ શુભેચ્છાઓ પાઠવી હતી.

જણાવી દઈએ કે પરિણીતી અને રાઘવ ચડ્ઢા 2023માં લગ્ન કર્યા હતા. બંનેએ પહેલા 2023માં નવી દિલ્હીમાં સગાઈ કરી અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં ઉદયપુરમાં પરંપરાગત હિન્દુ વિધિ સાથે લગ્ન કર્યા હતા. છેલ્લા સમયથી પરિણીતીની પ્રેગ્નન્સી અંગે ચર્ચા ચાલી રહી હતી. ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં રાઘવ ચડ્ઢાએ આ સમાચારની પુષ્ટિ કરી હતી અને દર્શકોને કહ્યું કે ટૂંક સમયમાં સારા સમાચાર મળશે, જેને સાંભળી પરિણીતી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

 

Leave a Reply

Your email address will not be published.