સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ

સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ

‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને લખ્યું કે, “મારા છેલ્લા 8 મહિના ખૂબ મુશ્કેલ રહ્યા છે. લાગે છે કે પિતાને કેન્સરમાં ગુમાવવું પૂરતું ન હતું. 8 મહિના પહેલાં મને આ ગંભીર બીમારીનો ખ્યાલ થયો.”

અભિનેત્રીએ કહ્યું કે “આ પોસ્ટ તેમણે દુઃખ વ્યક્ત કરવા માટે નહીં પણ પ્રેમ અને હિંમત વિશે વાત કરવા માટે લખી છે. તેણે વધુમાં ઉમેર્યું કે, આ પરિસ્થિતિમાં મારી પર 70 વર્ષની માતા અને 9 વર્ષની દીકરીની જવાબદારી છે, પણ આ બધાની વચ્ચે મને અસાધારણ પ્રેમનો અનુભવ થયો છે. મારા મિત્રો અને પરિવારના સહારે આજે પણ હું સ્મિત સાથે લડી રહી છું.”

તનિષ્ઠાએ કેન્સરના કારણે પોતાનાં વાળ કઢાવી દીધા છે, પરંતુ તેમ છતાં તેના ચહેરા પર હિંમત અને આત્મવિશ્વાસની ઝલક દેખાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.