અભિનેતા અક્ષય કુમાર અને સૈફ અલી ખાનની આગામી ફિલ્મ હેવાન માં શ્રિયા પિલગાંવકરની એન્ટ્રી થશે. અક્ષય કુમાર ઘણા વર્ષો પછી સૈફ સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે અને ફિલ્મમાં એક જાણીતી અભિનેત્રીની પણ એન્ટ્રી જોવા મળશે. શ્રિયા પિલગાંવકરે પહેલા પોતાની વેબ સિરીઝ મંડલા મંડર્સ માં નેગેટિવ પાત્ર ભજવીને દર્શકોને પ્રભાવિત કર્યા છે. તેમણે બ્રોકન ન્યૂઝ અને Guilty Minds જેવી વેબ સિરીઝમાં પણ અદ્ભુત અભિનય બતાવ્યો છે. હવે તે અક્ષય કુમાર અને સૈફ સાથે અભિનય કરતી જોવા મળશે.
ફિલ્મમાં અક્ષય કુમાર વિલનનું પાત્ર ભજવશે. તેમના નવા લૂકને જોઈ ચર્ચા ચાલી રહી છે કે આ ફિલ્મ 2016માં રિલીઝ થયેલી મલયાલમ બ્લોકબસ્ટર ઓપ્પ્મ ની રિમેક છે, જેનું દિગ્દર્શન પ્રિયદર્શન કરશે. ફિલ્મમાં મોહનલાલ પણ મુખ્ય પાત્રમાં જોવા મળશે.
હેવાન નું શૂટિંગ 23 ઓગસ્ટથી કેરળના કોચી ખાતે શરૂ થઈ ગયું છે. હાલ ફિલ્મમાં ચાર અભિનેત્રીઓના નામ કન્ફર્મ થયા છે. અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફિલ્મના સેટનો વીડિયો શેર કરીને ચાહકોને સરપ્રાઇઝ આપ્યો છે.

Leave a Reply