આવતીકાલથી અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે રશિયા-ભારત સંબંધોમાં તણાવ લાવવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો, પરંતુ ભારત આ નીતિ સામે ઝૂકશે નહી અને અન્ય દેશો સાથે વેપાર કરવાનો કરાર કરી રહ્યો છે. આ પ્રક્રિયામાં ભારત રશિયા, ચીન અને હવે જાપાન સાથે વેપાર વધારવામા આગળ આવ્યું છે.
જાપાને ભારતમાં આગામી 10 વર્ષમાં 10 લાખ કરોડ યેન (લગભગ 68 અબજ ડોલર)નું રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ કરાર બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને મજબૂત બનાવશે અને ટ્રમ્પની ટેરિફની નીતિ પર મોટો પ્રભાવ પાડવામા આવશે.
જાપાન આ રોકાણ મુખ્યત્વે ખાનગી ક્ષેત્રમાં દબાણ વધારવા માટે કરશે અને ટોક્યો ભારતમાં સેમિકંડક્ટર્સ, ટેલિકોમ્યુનિકેશન્સ, ખનીજ તત્ત્વો, ક્લિન એનર્જી, ફાર્માસ્યુટિકલ્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જેવા ક્ષેત્રોમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. જાપાન ભારતીય પ્રતિભાનો લાભ લેવા અને ટેલેન્ટેડ એન્જિનિયર્સને સંશોધન અને વિકાસ માટે જોડવાની દૃષ્ટિ ધરાવે છે. 2030 સુધી જાપાનમાં મેનપાવરની અછત 7.90 લાખ સુધી પહોંચી શકે તેવી શક્યતા છે, જેને પહોંચી વળવા તેઓ ભારતીય પ્રતિભાને લાભ આપશે.
જાપાન ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કરવા માટે તૈયાર છે. આ પગલાં ભારત-જાપાન સંબંધો મજબૂત કરવા સાથે-સાથે આંતરરાષ્ટ્રીય વેપાર અને રોકાણ માટે ભારતને વધુ આકર્ષક બનાવશે.

Leave a Reply