RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’

RSSના શતાબ્દી વર્ષ પર મોહન ભાગવત: ‘ભારતને વિશ્વમાં યોગદાન આપવાનો સમય આવી ગયો છે’

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી વર્ષના ઉજવણી કાર્યક્રમમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતે વિવિધ મુદ્દાઓ પર સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે, “સંઘની મુખ્ય સફળતા ભારતને વિશ્વગુરુ બનાવવામાં છે અને હવે દેશને વૈશ્વિક સ્તરે યોગદાન આપવા માટે યોગ્ય સમય આવી ગયો છે. દેશ સર્વોપરી છે અને સંઘને તથ્ય આધારિત રીતે સમજવું જોઈએ. સંઘના ઉદ્દેશ્યો અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ ઘણીવાર સાચી અને સત્તાવાર જાણકારીનો અભાવ જોવા મળે છે. હવે સંઘ તરફથી આ બાબત અંગે સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે.”

ભાગવતે હિન્દુ રાષ્ટ્ર શબ્દનો અર્થ સમજાવતા જણાવ્યું કે, “હિન્દુ રાષ્ટ્રનો સત્તા સાથે કોઈ સંબંધ નથી. હિન્દુ રાષ્ટ્રનો અર્થ એવો છે કે જ્યાં ધર્મ, સંપ્રદાય કે ભાષા ભેદભાવ વિના સૌને સમાન ન્યાય મળે. આ સંકલ્પનામાં કોઈને અવગણવા કે વિરોધ કરવાનો અર્થ નથી.”

તેમણે સંઘના મૂળ ઉદ્દેશ્ય અંગે જણાવ્યું કે, “સંઘ કોઈના વિરોધમાં કે પ્રતિક્રિયામાં શરૂ થયું નથી. ભારતે ભૂતકાળમાં બે મોટી ગુલામીઓ અનુભવવી પડી છે અને આઝાદી પછી દેશમાં વિવિધ વિચારધારાઓ પ્રચલિત થયા છે. સંઘનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર હિન્દુ સમાજને સંગઠિત કરવાનો છે. જો સમગ્ર વિશ્વમાં મુસ્લિમ કે ખ્રિસ્તી ન હોત, તો પણ હિન્દુ સમાજને સંગઠિત કરવા માટે સંઘની જરૂરિયાત હોત. વિવિધતામાં પણ એકતા જાળવવી જરૂરી છે.”

સંઘ પ્રમુખે ઉમેર્યું, “આજે RSS 100 વર્ષ પૂર્ણ કર્યા પછી પણ નવા લક્ષ્યો નિર્ધારિત કરી રહ્યો છે. સંઘની પ્રાર્થનાના અંતે આપણે રોજ કહેતા છીએ – ‘ભારત માતા કી જય.’ આપણો દેશ છે, તેનું સન્માન હોવું જોઈએ અને તે દેશને વિશ્વમાં અગ્રણી સ્થાન મળવું જોઈએ.”

Leave a Reply

Your email address will not be published.