અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2025: 2.5 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર

અંબાજી: માતા અંબાના ધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહામેળાની તડામાર તૈયારી શરૂ થઈ ગઈ છે. મહામેળો 2025, 1 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થશે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિશેષ મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ષે અંદાજે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ વિતરણ કરવામાં આવશે.

બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલે પ્રસાદના ઘરના શુભારંભ કર્યો હતો. તેમણે જણાવ્યા કે ભાદરવી પૂનમના મેળામાં આવતા માઇભક્તોને કોઈ અઘરસંપન્નતા ન થાય તે માટે ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા જાળવવા માટે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે, જ્યારે સ્વચ્છતા જાળવવા માટે વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.

આ વર્ષે અંદાજે 2.50 લાખ કિલો મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવશે. પ્રસાદ માટે 90,000 કિલો કરકરો બેસન, 1,35,000 કિલો ખાંડ, 67,000 કિલો શુદ્ધ ઘી અને 180 કિલો એલચીનો ઉપયોગ કરવામાં આવશે. 30 લાખથી વધુ પેકેટ્સમાં પ્રસાદ વિતરણ માટે 750 થી વધુ કારીગરો રાત-દિવસ કાર્યરત રહેશે.

અંબાજી મંદિર ટ્રસ્ટે ખાતરી આપી છે કે દરેક ભક્ત સુધી પ્રસાદ સરળતાથી અને સ્વચ્છ રીતે પહોંચાડવામાં આવશે. મેળા દરમિયાન દર્શન, રહેવા અને અન્ય સુવિધાઓ સુચારુ રીતે ચાલે તે માટે તંત્ર અને ટ્રસ્ટ સંયુક્તપણે કામ કરી રહ્યા છે. આ વર્ષે 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભાદરવી પૂનમ મહામેળામાં હાજરી આપવા આવે તેવી અપેક્ષા છે.

 

Leave a Reply

Your email address will not be published.