BIG NEWS | કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી

Home » Latest Update » BIG NEWS | કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી
big-news-|-કોમનવેલ્થ-ગેમ્સ-2030-અમદાવાદમાં-યોજવા-દાવેદારી-કરાશે,-મોદી-કેબિનેટની-મંજૂરી

Commonwealth Games 2030: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે બુધવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં ભારતના 2030 કોમનવેલ્થ ગેમ્સની મેજબાનીના પ્રસ્તાવને મંજૂરી મળી છે. સરકારે આ આયોજન માટે અમદાવાદને આદર્શ શહેર ગણાવતાં કહ્યું છે કે, અહીં વિશ્વ કક્ષાના સ્ટેડિયમ, અદ્યતન ટ્રેનિંગ સુવિધાઓ અને રમતનો જુસ્સો છે. 

અગાઉ IOAએ આપી હતી મંજૂરી

ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) અગાઉ 13 ઑગસ્ટના રોજ સત્તાવાર ધોરણે કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી હતી. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઑગસ્ટ સુધીમાં ભારતે ફાઇનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે. 

આ પણ વાંચોઃ અશ્વિને IPL છોડ્યું પણ અન્ય લીગથી કમાશે લાખો-કરોડો રૂપિયા, જાણો શું છે પ્લાન

જો ભારતનું કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની માટેનું બિડ મંજૂર થાય તો કેબિનેટે હોસ્ટ કોલેબોરેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, સંબંધિત મંત્રાલયો અને વિભાગો પાસેથી જરૂરી ગેરેંટી ઉપલબ્ધ કરાવવા અને ગુજરાત સરકારને ગ્રાન્ટ-ઇન-એડ આપવા પણ મંજૂરી આપી છે. ઇન્ડિયન ઓલિમ્પિક્સ ઍસોસિએશન આગામી 48 કલાકમાં તમામ પ્રક્રિયા પૂરી કરશે. 

ભારત ઉપરાંત આ દેશો પણ બિડ ભરવા તૈયાર

જો કોમનવેલ્થ ગેમ્સ એસોસિએશન ભારતનું બિડ મંજૂર કરે તો ભારતને બીજી વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની તક મળશે. અગાઉ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું હતું. ભારત ઉપરાંત નાઇજિરિયા અને અન્ય બે દેશો મલ્ટી-સ્પોર્ટ્સ ગેમ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાની ઇચ્છા ધરાવે છે. કોમનવેલ્થ સ્પોર્ટની જનરલ એસેમ્બલી દ્વારા આ મામલે અંતિમ નિર્ણય લેવામાં આવશે. જેની જાહેરાત ગ્લાસગોમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધીમાં થશે. 

BIG NEWS | કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદમાં યોજવા દાવેદારી કરાશે, મોદી કેબિનેટની મંજૂરી 2 - image

Leave a Reply

Your email address will not be published.