Riyan Parag captain: ભારતીય ઘરેલુ ક્રિકેટમાં દુલીપ ટ્રોફી 2025 28 ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ભાગ લેશે.ત્યાર બાદ ડો. (કેપ્ટન) કે. થિમ્મપ્પા મેમોરિયલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 4 સપ્ટેમ્બર યોજાશે. આ ટૂર્નામેન્ટ માટે આસામ ક્રિકેટ એસોસિએશને (ACA) સિનિયર મેન્સ ટીમની જાહેરાત કરી છે. આસામ ક્રિકેટ એસોસિએશને 20 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે અને ટીમનું નેતૃત્વ સ્ટાર ઓલરાઉન્ડર રિયાન પરાગને સોપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વનડે રેન્કિંગમાં દબદબો: ટોપ 5માંથી 3 ભારતના, વિરાટથી આગળ નીકળ્યો બાબર આઝમ
રિયાન પરાગને કેપ્ટન બનાવવાની જાહેરાત
રિયાન પરાગની કેપ્ટનશીપમાં આ ટુર્નામેન્ટમાં ઘણા ઉભરતા સ્ટાર્સ રમતા જોવા મળશે. ટીમમાં દાનિશ દાસ, સ્વરૂપમ પુરકાયસ્થ અને શુભંકર રોય જેવા અનુભવી ખેલાડીઓ તેમજ યુવા પ્રતિભાઓને ટીમમાં તક આપવામાં આવી છે. આ ઉપરાંત, અભિષેક ઠાકુર, મુકુંદ હુસૈન, અનુરાગ તાલુકદાર અને અમલનજ્યોતિ દાસ જેવા ખેલાડીઓ પણ ટીમનો ભાગ છે, જે આ ટુર્નામેન્ટમાં પોતાની છાપ છોડવા માટે તૈયાર છે.
આ સાથે સાથે કોચિંગ સ્ટાફની પણ જાહેરાત કરવામાં આવી છે. નોએલ ડેવિડ કોચ અને મેનેજરની ભૂમિકા ભજવશે, જ્યારે રાજીબ રંજનશ્રી ફિઝિયો તરીકે ટીમ સાથે, ભીષ્મ પ્રતાપ સિંહ ટ્રેનર તરીકે અને રાજેશ શર્મા વિડિયો એનાલિસ્ટ તરીકે રહેશે. આ સ્ટાફ ટીમના પ્રદર્શનને સુધારવામાં મદદરુપ થશે અને ખેલાડીઓને સારી તૈયારી માટે સહાય પૂરી પાડશે.
આ પણ વાંચો : નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને કેટલું પેન્શન મળશે? રમી ચૂક્યો છે 100થી વધુ ટેસ્ટ મેચ
દુલીપ ટ્રોફી 2025 માં પણ ટીમનો ભાગ
રિયાન પરાગ દુલીપ ટ્રોફી 2025 માટે પૂર્વ ઝોન ટીમનો ભાગ છે. આ ટીમના ઉપ-કપ્તાનની જવાબદારી રિયાન પરાગને સોંપવામાં આવી છે. રિયાન પરાગ માટે આ એક મોટી તક છે. તેણે આ વર્ષે IPLમાં કેટલીક મેચોમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ પણ કરી હતી. રિયાન પરાગ ઉપરાંત, મોહમ્મદ શમી અને મુકેશ કુમાર જેવા સ્ટાર ખેલાડીઓ પણ આ ટીમનો ભાગ છે.

Leave a Reply