ભુજમાં સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના ગેટ બહાર ચોંકાવનારી ઘટના બની છે, જેમાં 19 વર્ષીય વિદ્યાર્થિની અને 22 વર્ષીય યુવક પર છરી વડે હુમલો થયો. ઈજાગ્રસ્ત યુવક-યુવતીને તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
કોલેજના સંચાલકે જણાવ્યું કે, ‘કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાંજે શિક્ષણકાર્ય પૂર્ણ થયા બાદ હોસ્ટેલ તરફ જઈ રહ્યા હતા. તે સમયે અંજાર તરફના બે યુવકો ગેટ નજીક આવી પહોંચ્યા. ત્રણેય અંદરોઅંદર વાતચીત કરતા રહ્યા, ત્યારે એક યુવકે છરી વડે હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થયો.’
હમલામાં વિદ્યાર્થિનીને ગળાના ભાગે ઈજા થઈ હતી, જ્યારે જયેશ જયંતિજી ઠાકોર નામના યુવકને પેટ સહિતના વિવિધ ભાગે ઘાયલ થયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં, ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્ત યુવકના બાઈક પાછળ પોલીસના કલરકોડવાળા રેડિયમ ઈન્ડિકેટરમાં ‘ઠાકોર’ લખેલું જોવા મળ્યું છે.

Leave a Reply