રોજર બિન્નીએ BCCIના અધ્યક્ષે પદેથી રાજીનામું આપ્યાના અહેવાલ, જાણો કોણે કમાન સંભાળી?

Home » Latest Update » રોજર બિન્નીએ BCCIના અધ્યક્ષે પદેથી રાજીનામું આપ્યાના અહેવાલ, જાણો કોણે કમાન સંભાળી?
રોજર-બિન્નીએ-bcciના-અધ્યક્ષે-પદેથી-રાજીનામું-આપ્યાના-અહેવાલ,-જાણો-કોણે-કમાન-સંભાળી?

BCCI News : એક અહેવાલ અનુસાર બીસીસીઆઈના અધ્યક્ષ પદેથી રોજર બિન્નીએ અચાનક જ રાજીનામું આપી દીધું છે. હવે નવા અધ્યક્ષની પસંદગી સુધીમાં રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યવાહક પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી રહ્યા હોવાની ચર્ચા છે. રાજીવ શુક્લા અગાઉ બીસીસીઆઈના ઉપ પ્રમુખ હતા. 

આ પણ વાંચો: VIDEO: ભજ્જી-શ્રીસંતના ‘થપ્પડ કાંડ’ નો 17 વર્ષ બાદ વીડિયો સામે આવ્યો, ફેન્સ પણ ચોંક્યા

કયા આધારે દાવો કરાયો? 

સૂત્રોના રિપોર્ટ અનુસાર બુધવારે બીસીસીઆઈની એપેક્સ કમિટીની બેઠક યોજાઈ હતી. આ ટોચની કાઉન્સિલની બેઠકનું નેતૃત્વ રાજીવ શુક્લાએ કર્યું હોવાની ચર્ચા છે. બેઠકનો મુખ્ય એજન્ડા પણ સ્પોન્સરશિપ અંગે હતો. કેમ કે તાજેતરમાં જ નવા કાયદાને કારણે ડ્રીમ11 એ બીસીસીઆઈને જણાવી દીધું હતું કે તે હવે ટીમ ઈન્ડિયાને સ્પોન્સર નહીં કરી શકે જેના કારણે નવા સ્પોન્સરની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. તેને લઈને જ આ બેઠક થઇ હતી.      

Leave a Reply

Your email address will not be published.