બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિશ્વેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં એક શખ્સ સ્ત્રી વેશમાં પ્રવેશીને મહિલાઓના બાથરૂમમાં જવાનો પ્રયાસ કરતા પકડાયો છે. સમપાંચમના દિવસે બનાસ નદીમાં સ્નાન કરવા માટે ભીડભરેલી જગ્યામાં આ ઘટના સામે આવી હતી.
મંદિર પરિસરમાં ભીડનો લાભ લઈને પુરુષ મહિલાઓના બાથરૂમમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મહિલાઓએ શખ્સને ઓળખી કાઢ્યો અને ગુસ્સે ભરાયેલી લોકોએ તેને મેથીપાક ચખાડ્યો. ત્યારબાદ લોકોએ પકડાયેલા શખ્સને અમીરગઢ પોલીસને સોંપી દીધો.
આ અંગે PI એસ.કે. પરમારએ જણાવ્યું કે, “એક પુરૂષ સ્ત્રીના કપડાં પહેરી બાથરૂમમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતો પકડાયો છે. પોલીસને જાણ થતા આરોપી પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.” સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

Leave a Reply