2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં

2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં

ભારતમાં આગામી વસતી ગણતરી 2027 પહેલા દેશનો સત્તાવાર શહેરી નકશો બદલાશે તેવી શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહેરી સમૂહોને અપડેટ કરવા માટે પ્રોફોર્માનો સેટ મોકલ્યો છે. આ પ્રક્રિયા હેઠળ 2011ની વસતી ગણતરી પછી થયેલા વિસ્તાર, વિલીનીકરણ અને પુનઃગઠનની વિગતો માંગવામાં આવી છે.

રજિસ્ટ્રાર જનરલ અને વસતી ગણતરી કમિશનર મૃત્યુંજય કુમાર નારાયણના કચેરી દ્વારા 22 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલા આ પરિપત્રમાં રાજ્યોને સૂચના આપવામાં આવી છે કે તેઓ 2011ની વસતી ગણતરીના શહેરી સમૂહોની યાદી તૈયાર કરે, જે હાલ સુધી અપરિવર્તિત છે. ઉપરાંત, જ્યાં નગરપાલિકાની સીમાઓ વિસ્તરી છે અથવા નજીકના ગામડાઓ અને નગરો મર્જ થયા છે, તેની વિગતો સાથેનો અપડેટ આપવાનો રહેશે.

માહિતી મુજબ, કેન્દ્રે રાજ્યોને પાંચ પ્રોફોર્મા મોકલ્યા છે, જેમાં મેટાડેટા અને ડેટા સ્ટાન્ડર્ડ (MDDS) કોડ, ચોરસ કિલોમીટરમાં વિસ્તાર, વસ્તી આંકડા અને સંબંધિત સરકારી સૂચનાઓની વિગતો માંગવામાં આવી છે. આથી છેલ્લા દોઢ દાયકામાં ઉભરી આવેલા નવા શહેરી ક્લસ્ટરો જેમ કે મેન્યુફેક્ચરિંગ કોરિડોર, IT ક્લસ્ટર અને લોજિસ્ટિક્સ હબને પણ સત્તાવાર માન્યતા મળશે.

જ્યાં પરિવર્તન નથી ત્યાં 2011ની સ્થિતિ યથાવત રહેશે, પરંતુ 2011ના શહેરી સમૂહો જે હવે માપદંડોને પૂર્ણ કરતા નથી, તેને દૂર કરવામાં આવશે. આ પ્રોસેસ પછી 2027ની વસતી ગણતરી માટે દેશનો શહેરી નકશો સંપૂર્ણપણે અપડેટ થવાનો છે, જે શહેરીકરણની ગતિને પ્રતિબિંબિત કરશે.

 

Leave a Reply

Your email address will not be published.