હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, એશિયા કપ વિવાદ બાદ મોટી જાહેરાત

Home » Latest Update » હોકી વર્લ્ડ કપ માટે ભારત આવશે પાકિસ્તાની ટીમ, એશિયા કપ વિવાદ બાદ મોટી જાહેરાત
હોકી-વર્લ્ડ-કપ-માટે-ભારત-આવશે-પાકિસ્તાની-ટીમ,-એશિયા-કપ-વિવાદ-બાદ-મોટી-જાહેરાત

Hockey World Cup 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી ખૂબ તણાવપૂર્ણ વાતાવરણ ચાલી રહ્યું છે. થોડા દિવસ પહેલાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ લશ્કરી કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીની અસર રમતગમત ક્ષેત્રે પણ પડી રહી છે. હાલમાં જ પાકિસ્તાની ટીમે હોકી એશિયા કપ માટે ભારતમાં ન આવવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ FIP જુનિયર હોકી વર્લ્ડ કપ પહેલાં એક મોટી અપડેટ સામે આવી છે. 

આ પણ વાંચો: રાહુલ દ્રવિડે અચાનક જ રાજસ્થાન રોયલ્સના હેડ કોચ પદેથી રાજીનામું ધર્યું, મોટી ઓફર ઠુકરાવી

પાકિસ્તાની ટીમ ભારત આવશે

હોકી ઇન્ડિયાના મહાસચિવ ભોલાનાથ સિંહે જાહેરાત કરી છે કે, પાકિસ્તાને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારા FIH જુનિયર હોકી વર્લ્ડ કપમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે. FIH જુનિયર હોકી વર્લ્ડ કપ હોકીની દુનિયામાં એક પ્રતિષ્ઠિત ઇવેન્ટ છે, જેમાં વિશ્વભરની અંડર-21 ટીમો ભાગ લે છે. આ ટુર્નામેન્ટ યુવા ખેલાડીઓને ઇન્ટરનેશનલ સ્તરે તેમની પ્રતિભા દર્શાવવાની તક આપે છે અને ભવિષ્યના સ્ટાર્સને ઉભરી આવવાની તક પૂરી પાડે છે. હોકીમાં પોતાના વારસા માટે ઓળખાય છે, આ વખતે ભારત આ ટુર્નામેન્ટનું આયોજન કરશે.

FIH જુનિયર હોકી વર્લ્ડ કપ 2025 આ વર્ષે 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન ચેન્નાઈ અને મદુરાઈમાં યોજાશે, જેમાં કુલ 24 ટીમો ભાગ લઈ રહી છે. ભારતને કટ્ટર હરીફ પાકિસ્તાન, ચિલી અને સ્વિટ્ઝર્લૅન્ડ સાથે પૂલ Bમાં સ્થાન આપવામાં આવ્યું છે. જર્મની વર્તમાન જુનિયર પુરુષ વિશ્વ ચેમ્પિયન છે, જેણે 2023ના તબક્કાના ફાઇનલમાં ફ્રાન્સને 2-1થી હરાવીને રૅકોર્ડ સાતમો ખિતાબ જીત્યો હતો.

આ પણ વાંચો: ‘શરમ આવવી જોઇએ…’ થપ્પડ કાંડનો વીડિયો સામે આવતા ભડકી શ્રીસંતની પત્ની, લલિત મોદી-ક્લાર્કને ખખડાવ્યા

એશિયા કપ માટે ભારત નથી આવી પાકિસ્તાની ટીમ  

હાલમાં બિહારના રાજગીરમાં હોકી એશિયા કપ 2025 હાલમાં રમાઈ રહ્યો છે. પરંતુ પાકિસ્તાન ટીમ આ ટુર્નામેન્ટનો ભાગ નથી. પાકિસ્તાન હોકી ફેડરેશન દ્વારા પહેલાથી જ આંતરરાષ્ટ્રીય હોકી ફેડરેશન (FIH) અને AHF બંનેને જાણ કરવામાં આવી હતી કે સુરક્ષા ચિંતાઓને કારણે ભારત ટીમ મોકલવી મુશ્કેલ હશે. આ પછી પાકિસ્તાની ટીમે ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. પરંતુ પાકિસ્તાન હોકી ફેડરેશને FIH જુનિયર હોકી વર્લ્ડ કપ માટે ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published.