નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક

નર્મદાના દેડિયાપાડામાં નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યાં, પરિવારમાં શોક

નર્મદા: ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓ છલકાતા અનેક વિસ્તારોમાં ખતરો સર્જાયો હતો. નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં કરજણ નદીમાં ડૂબેલા બે બાળકોના મૃતદેહ મળ્યા છે, જેના પગલે પરિવારમાં દુખનો માહોલ છવાયો છે.

માહિતી પ્રમાણે, ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (ઉંમર 13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (ઉંમર 12) સ્કૂલમાંથી છૂટ્યા બાદ ખેતરમાં રમવા માટે નદી તરફ જઈ રહ્યા હતા.

આ સમયે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બંને બાળકો તણાયા. સ્થાનિકોએ ઘટના જાણ કરી અને તરત જ શોધખોળ શરૂ કરી હતી. દેડિયાપાડા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને પણ ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને પોલીસ તેમજ સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી.

શનિવારે, 30 ઓગસ્ટના રોજ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા, જેને પગલે પરિવાર અને ગામના લોકોમાં દુખનો માહોલ છવાયો. સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સલાહ આપી છે કે, વરસાદ દરમિયાન નદી-નાળાઓના કિનારે ધ્યાન રાખવું અને સાવચેત રહેવું.

 

Leave a Reply

Your email address will not be published.