જાપાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની જાપાન યાત્રા દરમિયાન જાપાનના વડાપ્રધાન શિગેરુ ઈશિબા અને તેમના પત્નીને ખાસ ભેટ આપી હતી. પીએમ મોદીએ ઈશિબા માટે મૂનસ્ટોન (ચંદ્રમણિ) પથ્થરથી બનેલો મોટો બાઉલ, ચાર નાના બાઉલ અને બે ચાંદીના ચૉપસ્ટિક્સ ભેટમાં આપ્યા. આ ભેટ ભારતીય કારીગરી અને જાપાની પરંપરાનું અદભુત સંયોજન દર્શાવે છે અને જાપાનની ડોનબુરી અને સોબા પરંપરાનું પ્રતિનિધિત્વ કરે છે.
મૂનસ્ટોન પથ્થર આંધ્રપ્રદેશમાં મળે છે અને પ્રેમ તથા રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. ભેટમાં આપેલા મોટા બાઉલનો બેઝ મકરાન માર્બલમાંથી બનાવવામાં આવ્યો છે, જેમાં રાજસ્થાનની પ્રાચીન કારી શૈલી દર્શાવવામાં આવી છે.
પીએમ મોદીએ શિગેરુની પત્ની માટે લદ્દાખના ચાંગથાંગી બકરીના વાળમાંથી બનેલી હળવી અને નરમ પશ્મીના શાલ ભેટમાં આપી, જે હસ્ય અને રાજશાહીનું પ્રતિક માનવામાં આવે છે. કાશ્મીરી કારીગરો આ શાલને હાથથી બનાવે છે અને તેની કીમીયત અને વિશિષ્ટતા માટે વિશ્વભરમાં જાણીતા છે.

Leave a Reply