લખનઉમાં ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોતની આશંકા, અનેક ઘાયલ

લખનઉમાં ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોતની આશંકા, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના લખનઉમાં રવિવારે ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ આખી ફેક્ટરી આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ હતી.

દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, રેસ્ક્યૂ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટોચના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રારંભિક માહિતી મુજબ, વિસ્ફોટ વખતે ફેક્ટરીની અંદર કામ કરી રહેલા કામદાર આલમ, તેની પત્ની અને બે દિકરાનું મોત નીપજ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. અમુક ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે ફેક્ટરીની છતનો ભાગ ધરાશાયી થયો અને કાટમાળની નીચે અનેક લોકો ફસાયા છે. બચાવ કામગીરી હાલ પણ ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published.