જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં ત્રણ દાયકાથી બંધ રહેલા શારદા ભવાની મંદિરના કપાટ આજે ફરીથી ખુલ્યા. 1990ના દાયકામાં ફેલાયેલા આતંકવાદ પછી કાશ્મીરી પંડિતોનું સમૂહ પ્રથમ વખત પોતાના વતન પરત ફર્યું છે. આ દરમિયાન સ્થાનિક મુસ્લિમ સમુદાયની મોટી સંખ્યામાં હાજરી રહી અને તેમણે પંડિતોનું હાર્દિક સ્વાગત કર્યું. સ્થાનિક વૃદ્ધોએ કાશ્મીરને પંડિતોની જન્મભૂમિ ગણાવીને સંબંધોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો....
Day: August 31, 2025
VIDEO: પાકિસ્તાની ખેલાડી કોચના નિર્ણય પર ગુસ્સે ભરાયો, મેદાનમાં કરી શરમજનક હરકત
Mohammad Haris Breaks Bat: પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીની ઘણીવાર તેની હરકતોને લઈને સોશિયલ મીડિયા પર મજાક પણ ઉડાવવામાં આવે છે. આ દરમિયાન આવી જ એક ઘટના ટી20 ટ્રાઈ સીરિઝમાં પાકિસ્તાન અને UAE વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જોવા મળી હતી. આ મેચમાં વહેલા આઉટ થયા પછી મોહમ્મદ હેરિસે કંઈક એવું કર્યું જેના કારણે પાકિસ્તાન ક્રિકેટ ટીમ...
ઇમિગ્રેશન મુદ્દે ઑસ્ટ્રેલિયામાં રેલી, ભારતીય-વિરુદ્ધ સંદેશા સામે આવ્યા
ઓસ્ટ્રેલિયામાં રવિવારે ‘માર્ચ ફોર ઑસ્ટ્રેલિયા’ નામની રેલીમાં હજારો લોકો જોડાયા. આ રેલીનો મુખ્ય હેતુ દેશમાં વધી રહેલા ઇમિગ્રેશનનો વિરોધ કરવાનો હતો. ખાસ કરીને રેલીમાં ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા, જેમને ‘સંપૂર્ણ રિપ્લેસમેન્ટ’ કહેવામાં આવ્યું. 2013 થી 2023 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં ભારતીયોની વસ્તી બમણી થઈને 8.45 લાખ સુધી પહોંચી ગઈ છે, જે પરંપરાગત ગ્રીક અને ઇટાલિયન...
સંસદ પરિસરમાં ભગવાન જગન્નાથના રથના ત્રણ પાયા સ્થાપિત થશે, લોકસભા અધ્યક્ષની મંજૂરી
ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને મજબૂત કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. ઓડિશાના પુરી સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ મુજબ, ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રામાં ઉપયોગમાં લેવાતા ત્રણ પવિત્ર રથોમાંથી એક-એક પાયા હવે દિલ્હી સ્થિત સંસદ પરિસરમાં સ્થાપિત કરવામાં આવશે. આ પ્રસ્તાવને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંજૂરી આપી...
પીએમ મોદીએ ચીન સામે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો, બંને દેશોના સંબંધ મજબૂત બનાવવા કરી અપીલ
ચીનના તિયાનજિનમાં યોજાયેલા SCO સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત કરી. આ બેઠકમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પીએમ મોદીએ ચીન સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો અને તેને વૈશ્વિક જોખમ ગણાવતાં ભારતને ટેકો આપવા અપીલ કરી. વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવાયું કે, પીએમ મોદીએ...
અમેરિકન 50% ટેરિફથી તમિલનાડુને 34,000 કરોડનું નુકસાન, નોકરીઓ પર મોટો ખતરો
અમેરિકા દ્વારા ભારત પર લાગુ કરાયેલા 50% ટેરિફના કારણે તમિલનાડુના ઉદ્યોગો, ખાસ કરીને કાપડ ઉદ્યોગ પર ભારે પ્રભાવિત થયા છે. રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના જણાવ્યા મુજબ, આ ટેરિફથી તમિલનાડુને $3.93 બિલિયન (અંદાજે રૂ. 34,600 કરોડ)નું નુકસાન થવાની સંભાવના છે. આ ટેરિફ 27 ઓગસ્ટથી અમલમાં આવ્યું છે. તમે નોંધશો કે, તમિલનાડુના નિકાસમાં અમેરિકાનો મોટો હિસ્સો છે....
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં સૈન્યએ પકડ્યા બે આતંકી, AK-47 અને હેન્ડગ્રેનેડ જપ્ત
જમ્મુ અને કાશ્મીરના પૂંછ વિસ્તારના મંડી સેક્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને પકડ્યા છે. તેમના પાસેથી એક AK-47 રાઇફલ અને એક હેન્ડગ્રેનેડ જપ્ત થયા છે. પૂંછ પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની માહિતી મુજબ, આ ધરપકડ દરમ્યાન આજે સવારે આઝમાબાદમાં આવેલા એક મકાન પર દરોડો પાડવામાં આવી હતી. આ મકાનના...
પીએમ મોદીએ મન કી બાતમાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી, પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 125મા એપિસોડમાં દેશને ચીનથી સંબોધતા લોકલ ફોર વોકલ પર ભાર મૂકતાં સ્વદેશી અપનાવવાની અપીલ કરી. તેમણે પોતાની સંબોધનની શરૂઆત કુદરતી આફતના કારણે થયેલા નુકસાન અંગે દુઃખ વ્યક્ત કરતાં કરી. પીએમ મોદીએ યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલા પ્રતિભા સેતુ પોર્ટલનો પણ ઉલ્લેખ કર્યો અને લોકોને વધુને વધુ જોડાવા અપીલ...
દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેનનું આગમન ઝડપથી, હૈદરાબાદ-ચેન્નઈ સહિત ચાર શહેરો માટે સરકારનો સરવેનો આદેશ
ભારતમાં હાઈ સ્પીડ રેલ નેટવર્કનો વિસ્તાર ઝડપથી થઈ રહ્યો છે. તાજેતરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સર્વેનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હૈદરાબાદ, ચેન્નઈ, અમરાવતી અને બેંગલુરુ જેવા ચાર મોટા શહેરોને જોડશે. નાયડુએ જણાવ્યું હતું કે, “જલ્દી જ દક્ષિણ ભારતમાં બુલેટ ટ્રેન સેવા શરૂ...
લખનઉમાં ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોતની આશંકા, અનેક ઘાયલ
ઉત્તર પ્રદેશના લખનઉમાં રવિવારે ફટાકડા ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ આખી ફેક્ટરી આગની જ્વાળામાં ઘેરાઈ ગઈ હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ, રેસ્ક્યૂ ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટોચના...









