મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ… BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું

Home » Latest Update » મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ… BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું
મોહમ્મદ-શમીનું-ક્રિકેટ-કરિયર-સંકટમાં,-ટીમમાં-વાપસી-મુશ્કેલ…-bcci-ના-અધિકારીએ-જુઓ-શું-કહ્યું

Updated: Oct 9th, 2025

GS TEAM

Google News

Google News

મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ... BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું 1 - image

Mohammed Shami career Over: બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સામેની વનડે સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત થતાં જ મોહમ્મદ શમીની ક્રિકેટ કારકિર્દી પર સવાલો ઉઠ્યા છે. 2023 વર્લ્ડ કપમાં ભારતની ફાઈનલ સુધીની સફર નિશ્ચિત કરનારા શમી ઈજાગ્રસ્ત થયા બાદ કોઈ ખાસ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. તે પોતાના લયમાં જોવા મળ્યો નથી. મોહમ્મદ શમીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવ વિકેટ ઝડપી હતી. પરંતુ તે પોતાના અસલ ફોર્મમાં જોવા મળ્યો ન હતો. હવે મીડિયા રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે, શમીની ભારતીય ટીમમાં વાપસી મુશ્કેલ છે.

ટીમમાં વાપસી મુશ્કેલ બની

મીડિયા રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આગામી વનડે સીરિઝ માટે નજરઅંદાજ થયા બાદ ફાસ્ટર મોહમ્મદ શમીની વાપસીની સંભાવના જોવા મળી રહી નથી. દાવો છે કે, ઘરેલુ ક્રિકેટમાં શમીનું વર્તમાન પર્ફોર્મન્સ કંઈ ખાસ રહ્યું નથી. ગતમહિને ફાસ્ટર 35 વર્ષના થયા છે. આથી નેશનલ ટીમમાં તેની વાપસીની સંભાવના નહિંવત્ત છે.

રિપોર્ટમાં બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે, હાલ શમી માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી કઠિન છે. દુલીપ મેચમાં પણ કોઈ પ્રભાવશાળી પર્ફોર્મન્સ આપ્યું નથી. આઈપીએલમાં સ્થાન જાળવી રાખવા માટે શમીએ વધુ આક્રમક અંદાજમાં ઘરેલુ મેચ રમવી પડશે.

આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રિન્કુ સિંહને અંડરવર્લ્ડની ધમકી, ડી કંપનીએ માગ્યા 5 કરોડ, બે પકડાયા

વેસ્ટ ઈન્ડિઝની સીરિઝમાં પણ બાકાત

વેસ્ટ ઇન્ડિઝ હાલમાં ભારતનો પ્રવાસ કરી રહ્યું છે, અને શમીને તે સીરિઝમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી. અજિત અગરકરે શમી વિશે કહ્યું હતું કે, તેણે વધુ ક્રિકેટ રમી નથી. છેલ્લા બે કે ત્રણ વર્ષમાં, મને લાગે છે કે તેણે બંગાળ માટે એક અને દુલીપ ટ્રોફીમાં એક મેચ રમી છે. તેથી, એક પર્ફોર્મર તરીકે, આપણે જાણીએ છીએ કે તે શું કરી શકે છે. તેને હજુ સારૂ રમવાની જરૂર પડશે.

રણજી ટ્રોફી ટીમમાં મળ્યું સ્થાન

બંગાળે આગામી રણજી ટ્રોફી સીઝન માટે મોહમ્મદ શમીનો ટીમમાં સમાવેશ કર્યો છે. આકાશદીપ પણ ટીમમાં છે. ચાહકો રણજી ટ્રોફીમાં શમીના પર્ફોર્મન્સ અંગે ઉત્સુક છે. શમી અભિમન્યુ ઈશ્વરનના નેતૃત્વમાં રમશે. પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન અભિષેક પોરેલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે મોહમ્મદ શમી અને આકાશ દીપની ફાસ્ટ બોલિંગ જોડી ટીમને વધુ મજબૂત બનાવે છે.

મોહમ્મદ શમીનું ક્રિકેટ કરિયર સંકટમાં, ટીમમાં વાપસી મુશ્કેલ... BCCI ના અધિકારીએ જુઓ શું કહ્યું 2 - image

Leave a Reply

Your email address will not be published.