Shubman Gill News: ભારતીય ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં એક મહાન સિદ્ધિ હાંસલ કરવાથી માત્ર થોડા જ ડગલાં દૂર છે. જો ગિલ આગામી બે ટેસ્ટ ઇનિંગ્સમાં 196 રન બનાવશે, તો તે ઓસ્ટ્રેલિયાના મહાન બેટર ડોન બ્રેડમેન પછી કેપ્ટન તરીકે સૌથી ઝડપી 1000 ટેસ્ટ રન પૂરા કરનાર બીજો કેપ્ટન બની જશે.
બ્રેડમેને કેપ્ટન તરીકે માત્ર 11 ઇનિંગ્સમાં 1000 રન બનાવીને ઈતિહાસ સર્જ્યો હતો. શુભમન ગિલ હાલમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં શાનદાર ફોર્મમાં છે અને તેની પાસે આ રેકોર્ડની નજીક પહોંચવાની સુવર્ણ તક છે.
આ પણ વાંચો: રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિની અટકળો પર વિરામ! શુભમન ગિલે કહ્યું- તેમના અનુભવની ટીમને જરૂર
વેસ્ટ ઈન્ડિઝ સામેની ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ગિલે અત્યાર સુધી કેપ્ટન તરીકેની 10 ઇનિંગ્સમાં 804 રન બનાવ્યા છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી બીજી ટેસ્ટમાં જો તે 196 રનનો જાદુઈ આંકડો પાર કરી લેશે, તો તે માત્ર 12 ઇનિંગ્સમાં આ માઈલસ્ટોન પર પહોંચી જશે.
હાલમાં ભારત તરફથી સૌથી ઝડપી કેપ્ટન તરીકે 1000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે, જેમણે 14 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ગિલ આ આંકડો પાર કરીને ભારતીય રેકોર્ડને તોડવાની સાથે સાથે વિશ્વ ક્રિકેટમાં બ્રેડમેન પછી બીજા ક્રમે પોતાનું નામ નોંધાવશે.
આ પણ વાંચો: શું BCCIના નવા અધ્યક્ષ અને વીરેન્દ્ર સહેવાગની પત્ની એકબીજાને ડેટ કરે છે? સોશિયલ મીડિયા પર ચર્ચા

Leave a Reply