IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનો પંજો; ભારતે વેસ્ટ ઈન્ડિઝને ‘ફોલો-ઓન’ કર્યું

Home » Latest Update » IND vs WI: બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવનો પંજો; ભારતે વેસ્ટ ઈન્ડિઝને ‘ફોલો-ઓન’ કર્યું
ind-vs-wi:-બીજી-ટેસ્ટમાં-કુલદીપ-યાદવનો-પંજો;-ભારતે-વેસ્ટ-ઈન્ડિઝને-‘ફોલો-ઓન’-કર્યું

IND vs WI 2nd Test : દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારત મજબૂત જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્રીજા દિવસે (રવિવાર) લંચ પછી ભારતે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 248 રનમાં ઓલઆઉટ કરીને ‘ફોલો-ઓન’ આપ્યું છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન ન મળતાં જાડેજાએ કહ્યું – ‘2027ના વર્લ્ડ કપમાં..’

કુલદીપ યાદવનો સ્પિન જાદુ

વેસ્ટ ઇન્ડિઝે બીજા દિવસના સ્કોર 140/4 થી આગળ રમવાનું શરૂ કર્યું હતું. જોકે, ત્રીજા દિવસની સવારના સત્રમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો હતો. કુલદીપ યાદવે પાંચ વિકેટ ઝડપીને વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સને ધ્વસ્ત કરી દીધી હતી. અન્ય બોલરોમાં રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ અને મોહમ્મદ સિરાજે 1 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝની ટીમ ભારત દ્વારા ડિક્લેર કરવામાં આવેલા 518/5 ના વિશાળ સ્કોરથી 270 રન પાછળ રહી હતી.

ભારતે ફોલો-ઓન કર્યું

પ્રથમ ઇનિંગ્સમાં 270 રનની લીડ મેળવ્યા બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝને ફોલો-ઓન આપવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ ત્રીજા દિવસે જ ફરીથી બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી છે. ભારત હવે બે મેચની શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરવાના આરે છે. ફોલો-ઓન બાદ વેસ્ટ ઇન્ડિઝનો બીજો દાવ શરૂ થઈ ગયો છે. અને 25 રને એક વિકેટ પણ પડી ગઈ છે.

આ પણ વાંચો: VIDEO : T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર, દ.આફ્રિકા નામબિયા સામે હાર્યું, રચાયો ઈતિહાસ

લેટેસ્ટ અપડેટ: 

ભારતનો પ્રથમ દાવ: 518/5 (ડિક્લેર)

(યશસ્વી જયસ્વાલ 175, શુભમન ગિલ અણનમ 129)

વેસ્ટ ઇન્ડિઝનો પ્રથમ દાવ: 248 (ઓલઆઉટ)

(કુલદીપ યાદવ 5 વિકેટ, રવિન્દ્ર જાડેજા 3 વિકેટ)

Leave a Reply

Your email address will not be published.