IND vs AUS: ફેન્સ કમબેકની રાહ જોઈ રહ્યા હતા ત્યાં કોહલીના નામે વનડેમાં શરમજનક રેકોર્ડ

Home » Latest Update » IND vs AUS: ફેન્સ કમબેકની રાહ જોઈ રહ્યા હતા ત્યાં કોહલીના નામે વનડેમાં શરમજનક રેકોર્ડ
ind-vs-aus:-ફેન્સ-કમબેકની-રાહ-જોઈ-રહ્યા-હતા-ત્યાં-કોહલીના-નામે-વનડેમાં-શરમજનક-રેકોર્ડ

Virat Kohli Duck Inning: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ODI સિરીઝની પહેલી મેચ આજે પર્થ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવા કહ્યું અને માર્શનો નિર્ણય સમજદારીભર્યો સાબિત થયો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેમજ લગભગ સાત મહિના પછી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી રહેલા વિરાટ કોહલીનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. જેમાં કોહલીના નામે એક શરમજનક રેકોર્ડ પણ બન્યો.

વિરાટ કોહલી માટે શરમજનક રેકોર્ડ

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાત મહિના પછી કમબેક કરતા વિરાટ કોહલી આજે પર્થમાં બેટિંગ કરવા માટે ઉતર્યો હતો, જેના કારણે ચાહકોને તેની પાસે મોટી ઇનિંગ્સની અપેક્ષા હતી. કિંગ કોહલી આઠ બોલ રમ્યો અને એક પણ રન બનાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો. આ પહેલી વાર છે જ્યારે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ODI ફોર્મેટમાં ઝીરો સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો છે. આનાથી તેના નામે એક શરમજનક રેકોર્ડ ઉમેરાયો. 

કોહલીની બીજી સૌથી લાંબી ડક ઇનિંગ

કોહલી વનડેમાં 17 વખત ઝીરો રને આઉટ થયો છે. આ વિરાટ કોહલીની બીજી સૌથી લાંબી ડક ઇનિંગ છે. કોહલીની સૌથી લાંબી ડક ઇનિંગ 2023માં ઇંગ્લેન્ડ સામે આવી હતી, જ્યારે તે 9 બોલમાં ઝીરો રને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં, તે 8 બોલમાં ઝીરો રને આઉટ થયો હતો.ઓસ્ટ્રેલિયામાં રમાયેલી 30 ODI ઇનિંગ્સમાં આ પહેલી વાર છે જ્યારે કોહલી ઝીરો પર આઉટ થયો છે. આ પહેલા કોહલીએ ઓસ્ટ્રેલિયામાં 29 ODI ઇનિંગ્સ રમી હતી, પરંતુ ક્યારેય ખાતું ખોલવામાં નિષ્ફળ નથી ગયો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ વિરાટ કોહલીનો 39મો ઝીરો પર આઉટ થયો છે. બધા ફોર્મેટમાં, ફક્ત ઝહીર ખાન (43) અને ઇશાંત શર્મા (40) જ તેના કરતા વધુ વખત શૂન્ય પર આઉટ થયા છે.

ટીમ ઇન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી

વિરાટ કોહલી લાંબા સમય પછી પર્થમાં વાપસી કરી હતી, પરંતુ તેને યાદગાર બનાવવામાં નિષ્ફળ ગયો. કોહલી ઉપરાંત, રોહિત શર્મા અને શુભમન ગિલ પણ આ મેચમાં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા 14 બોલમાં ફક્ત 8 રન બનાવી શક્યો હતો, જ્યારે યુવા કેપ્ટન શુભમન ગિલ ફક્ત 10 રન બનાવી શક્યો હતો. પરિણામે, ભારતીય ટીમે 11.5 ઓવરમાં 37 રન બનાવ્યા પછી 3 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ વનડે મેચ 12 ઓવર પૂર્ણ થાય તે પહેલાં વરસાદને કારણે બીજી વખત રોકી દેવામાં આવી હતી. જ્યારે તે ફરી શરૂ થઈ, ત્યારે મેચને 35-35 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી.

IND vs AUS: ફેન્સ કમબેકની રાહ જોઈ રહ્યા હતા ત્યાં   કોહલીના નામે વનડેમાં શરમજનક રેકોર્ડ 2 - image

Leave a Reply

Your email address will not be published.