28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી ચર્ચામાં રહ્યા ભારતીય ક્રિકેટર, ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા છે અઢળક રન

Home » Latest Update » 28 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરી ચર્ચામાં રહ્યા ભારતીય ક્રિકેટર, ડોમેસ્ટિક ક્રિકેટમાં કર્યા છે અઢળક રન
28-વર્ષ-નાની-યુવતી-સાથે-લગ્ન-કરી-ચર્ચામાં-રહ્યા-ભારતીય-ક્રિકેટર,-ડોમેસ્ટિક-ક્રિકેટમાં-કર્યા-છે-અઢળક-રન

Image source: IANS

Happy Birthday Arun Lal: ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનિંગ બેટર અરુણ લાલનો આજે (1 ઓગસ્ટ) જન્મદિવસ છે, આજે તે 70 વર્ષના થયા. અરુણને ભારત માટે 16 ટેસ્ટ મેચમાંથી 26.03ની એવરેજે  729 રન બનાવ્યા, જેમા 6 હાફ સેન્ચુરી સામેલ છે. ત્યારે 13 ODI મેચમાં તેણે 122 રન બનાવ્યા હતા,જેમાં એક હાફ સેન્ચૂરી સામેલ હતી. ODI મેચોમાં અરુણની એવરેજ 9.38ની હતી. 

ઇન્ટરનેશનલ ડેબ્યૂ 

અરુણે ઇન્ટરનેશનલ ડેબ્યૂ 1982માં કટકમાં ઇંગ્લેન્ડ સામેની મેચમાં કર્યું હતું અને તેમની છેલ્લી મેચ 1989માં વેસ્ટ ઈન્ડિઝ સામે કિંગ્સ્ટનમાં હતી. સુનીલ ગાવસ્કર રિટાયરમેન્ટ પછી અરુણને સતત 11 ટેસ્ટ મેચ રમવાની તક મળી. પણ અરુણ આંતરરાષ્ટ્રીય લેવલ પર કંઈક ખાસ કમાલ કરી શક્યો નહીં. 

આ પણ વાંચો : હિટ એન્ડ રન કેસમાં જાણીતી એક્ટ્રેસની ધરપકડ, 21 વર્ષીય વિદ્યાર્થીનું થયું હતું મોત

ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન  

અરુણે 156 ફર્સ્ટ ક્લાસ મેચ માં 46.94ની એવરેજે 10421 રન બનાવ્યા, તેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 30 સેન્ચૂરી અને 43 હાફ સેન્ચૂરી ફટકારી હતી. અરુણના કારકિર્દીમાં સુવર્ણ ક્ષણ ત્યારે આવ્યો જ્યારે 1989-90 માં રણજીમાં તેને બંગાળની ટીમને 51 વર્ષ પછી ટ્રોફી જીતાડવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. ક્વાર્ટર ફાઇનલમાં બોમ્બે સામે તેને 189 રન ફટકાર્યા હતા. ઘરેલુ ક્રિકેટમાં અરુણે બંગાળ સિવાય દિલ્હીની ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું છે. 

કોમેન્ટ્રી અને કોચિંગમાં બનાવી કારકિર્દી 

રિટાયરમેન્ટ પછી અરુણે કોમેન્ટ્રી અને કોચિંગમાં કારકિર્દી બનાવી હતી. તેઓ બંગાળની ટીમના હેડ કોચ રહી ચૂક્યા છે. 

28 વર્ષ નાની યુવતી સાથે કર્યા હતા લગ્ન 

અરુણ લાલે એ સમયે ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે 2 મે 2022 ના રોજ કોલકતામાં લગ્ન કર્યા હતા. ત્યારે અરુણ બંગાળની ટીમના હેડ કોચ હતા. ઉલ્લેખનીય છે કે અરુણ લાલના આ બીજા લગ્ન હતા. તેમની પહેલી પત્ની રીના સાથે છૂટાછેડા થયા બાદ આ લગ્ન કર્યા હતા. રીનાની મરજીથી જ અરુણે બીજા લગ્ન કર્યા હતા. અરુણની બીજી પત્ની બુલબુલ એક શિક્ષક છે અને તેને નવી નવી વાનગી બનાવવાનો ખૂબ શોખ છે. 

Leave a Reply

Your email address will not be published.