જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે.
કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર કુલગામમાં હાથ ધરાયેલા ઓપરેશન ‘અકાલ’માં લશ્કર-એ-તોઈબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા. તેમાં કુલગામનો જાકિર અહમદ ગની, સોપોરનો કેટેગરી-એ આતંકી આદિલ રહમાન ડેંટૂ અને પુલવાનું હરીશ ડાર સામેલ હતા.
સાંબા જિલ્લામાં સાત આતંકવાદી ઠાર: બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે અથડામણમાં સાત આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. આ જૈશના નેટવર્ક માટે મોટો ઝટકો ગણાય છે.
શોપિયા અને ત્રાલમાં ત્રણ-ત્રણ આતંકી ઠાર: શોપિયાના કેલર જંગલ વિસ્તારમાં લશ્કરના ત્રણ ટોચના આતંકવાદી શાહિદ કુટ્ટે, અદનામ શફી ડાર અને આમિર બશીર ઠાર થયા. ત્રાલના જંગલ વિસ્તારમાં જૈશના આતંકી આસિફ અહમદ શેખ, આમિર નજીર વાની અને યાવર અહમદ ભટ્ટને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.
ઓપરેશન મહાદેવ અને શિવશક્તિમાં પાંચ આતંકી ઠાર: મુલનાર ગામમાં હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવમાં ત્રણ પાકિસ્તાની આતંકી સુલેમાન, અફગાન અને જિબરાનને ઠાર કરાયા. આ આતંકીઓ પહલગામ હુમલામાં સંડોવાયેલા હતા. ત્યારબાદ ઓપરેશન શિવશક્તિ હેઠળ બે પાકિસ્તાની ઘૂસણખોર આતંકવાદીઓને ઠાર કરાયા.
ભારતીય સેનાની આ કાર્યવાહી આતંકવાદી નેટવર્કને મોટો ઝટકો આપનારી સાબિત થઈ છે.

Leave a Reply