કોલંબિયાના રાષ્ટ્રપતિએ બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સની ઉપરાષ્ટ્રપતિ તરીકે કરી નિમણૂક, વિવાદ ચરમસીમાએ

કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ સમાનતા મંત્રાલયમાં બે ભૂતપૂર્વ પોર્ન સ્ટાર્સ – અલેજાન્ડ્રા ઉમાના અને જુઆન કાર્લોસ ફ્લોરિયન – ને નાયબ મંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી છે, જેને કારણે દેશમાં ભારે વિવાદ ઊભો થયો છે. બંનેને સમાજના નબળા વર્ગો માટેની યોજનાઓ અને સહાયના અમલની જવાબદારી સોંપવામાં આવી છે.

આ નિર્ણય ઉપરાષ્ટ્રપતિ ફ્રાન્સિયા માર્ક્વેઝને ન ગમ્યો, જેમણે આ નિમણૂક સરકારની છબીને નુકસાન પહોંચાડશે એવું જણાવ્યું. તેમનું માનવું છે કે ભૂતપૂર્વ પોર્ન કલાકારોને સરકારી પદો આપવાથી મંત્રાલયની નૈતિકતા અને હેતુ બંને પર સવાલ ઊભા થાય છે.

અલેજાન્ડ્રા ઉમાના, જેને અમરાંતા હેન્ક તરીકે પણ ઓળખવામાં આવે છે, પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી હતી, બાદમાં પોર્ન ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને 2019 પછી તે ક્ષેત્ર છોડીને જાતીય સ્વતંત્રતા અને મહિલાઓના અધિકારો માટે લડતી સામાજિક કાર્યકર્તા બની. બીજી તરફ, જુઆન કાર્લોસ ફ્લોરિયન જીવનનિર્વાહ માટે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાયા હતા. પહેલા તેઓ LGBT મુદ્દાઓ પર કામ કરતા હતા અને પેરિસમાં રહેતા હતા. હવે તેઓ સામાજિક ન્યાય માટે કાર્યરત છે.

રાષ્ટ્રપતિ પેટ્રોએ આ નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યું કે ઉમાના અને ફ્લોરિયન સમાનતા અને ન્યાય માટે કામ કરનારા સશક્ત વ્યક્તિઓ છે અને તેમનો ભૂતકાળ તેમની વર્તમાન પ્રતિબદ્ધતાને ઓટમાં લઈ શકતો નથી.

Leave a Reply

Your email address will not be published.