ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા હેઠળ કાર્યરત સિલેક્ટ કમિટીની ભલામણો સાથે નવી આવૃત્તિ રજૂ કરવામાં આવશે.
આ કમિટીએ 4,500 પેજના રિપોર્ટમાં કુલ 285 ભલામણો આપી છે. ખાસ કરીને એનજીઓ અને ધાર્મિક સંસ્થાઓ માટે ગુપ્ત દાન પર ટેક્સ છૂટની ભલામણો કરવામાં આવી છે. આમ દાનધર્મ અને ચેરિટેબલ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી સંસ્થાઓ માટે આ નવા બિલમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે.
મહત્વની ભલામણોમાં પોતાની સ્થાવર જંગમ મિલકત જેટલી હોમ લોન વ્યાજ પર પર છૂટ હવે ભાડે અપાતી મિલકત માટે પણ આપવામાં આવે તેવી માંગ છે. સાથે જ TDS અને TCSના રિફંડની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા પણ સૂચન કરાયું છે.
આ નિર્ણય એ પણ બતાવે છે કે કેન્દ્ર સરકાર કરદાતાઓ અને સામાજિક સંસ્થાઓ માટે વધુ સંવેદનશીલ અને અસરકારક નીતિ લાવવાની દિશામાં આગ્રહપૂર્વક આગળ વધી રહી છે. હવે નવો બિલ કેટલી રાહતો સાથે આવશે તે 11 ઓગસ્ટે સામે આવશે.

Leave a Reply