ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી

ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી

ભારત અને અમેરિકાના વેપાર સંબંધો વચ્ચે ઊભેલા તણાવની અસર હવે રક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા વધારાના ટેરિફના પગલે ભારતે અમેરિકાથી નવા હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે અટકાવી દીધી છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારનો આ નિર્ણય ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી પેદા થયેલી અસંતોષની સીધી અસર ગણાઈ રહી છે. ખાસ કરીને ભારતના રશિયન તેલ ખરીદી મામલે ટ્રમ્પ પ્રશાસન દ્વારા દેખાડવામાં આવેલી પસંદગીઅસલી નીતિને લઈને દિલ્હીમાં નારાજગી છે.

આ વિવાદની પૃષ્ઠભૂમિમાં ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહની આગામી અમેરિકાની મુલાકાત, જેમાં આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનું હતું, તેને પણ રદ કરી દેવામાં આવી છે.

સૂત્રો અનુસાર, Stryker લડાયક વાહનો, Javelin મિસાઈલો અને Boeing કંપનીના કેટલાક વિમાનોની ખરીદી માટે ચાલી રહેલી ચર્ચાઓ પણ હાલ અટકાવવામાં આવી છે. જો કે સરકાર તરફથી કોઈ લેખિત આદેશ આપવામાં આવ્યો નથી, જે દર્શાવે છે કે આ નિર્ણય તાત્કાલિક છે અને પરિસ્થિતિ સુધરે તો તેને પાછો ખેંચી શકાય છે.

અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે હાલ સુધી કોઈ નવી પહેલ કરવામાં આવી નથી અને “અત્યારે તો કોઈ આગળ વધારાની ગતિવિધી નથી.”

Leave a Reply

Your email address will not be published.