ખોટા ખેડૂત બની જમીન ખરીદનાર ધારાસભ્ય રમણ વોરા પર કાયદાની તલવાર, તપાસ શરૂ

ખોટા ખેડૂત બની જમીન ખરીદનાર ધારાસભ્ય રમણ વોરા પર કાયદાની તલવાર, તપાસ શરૂ

ગુજરાતના ઇડર મત વિસ્તારના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં હવે વધારો થતો દેખાઈ રહ્યો છે. વોરા પર ખોટા ખેડૂત બની જમીન ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરથી મળેલા આદેશના આધારે હવે ઈડરના નવા મામલતદાર પૂજાબેન જોશીએ વોરા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા તજવીજ શરૂ કરી છે.

શું છે સમગ્ર મામલો?

અહેવાલો મુજબ, રમણ વોરાએ પોતાને ખોટા ખેડૂત દર્શાવી ગાંધીનગર નજીક પાલેજમાં ખેતીની જમીન ખરીદી હતી. પર્દાફાશ થયા બાદ તેમણે જમીન દિનેશભાઈ પટેલને વેચી હતી. તે જમીન પછી એનએ કરીને ફરીથી પોતે ખરીદી હતી અને હવે દાવડ (ઈડર) ખાતે પુત્રોના નામે ખેતીની જમીનો પણ ખરીદવી બતાવવામાં આવી છે.

આ તમામ લેવડ-દેવડ ખેડૂત તરીકે ખોટા દાખલા અને નોંધણી આધારિત હોવાનું તંત્રને શંકાસ્પદ લાગ્યું છે.

તપાસ અને કાર્યવાહી

  • ઇડરના નવા મામલતદાર પૂજાબેન જોશીએ ધ્યાને લીધું છે કે “ઝમીનના દસ્તાવેજો સહિતની ફાઈલો મंगાવી લેવામાં આવી છે. અભ્યાસ બાદ કાયદેસરની કાર્યવાહી થશે.”
  • સૂત્રોના જણાવ્યા મુજબ, ગણોતધારા હેઠળ કાર્યવાહી અને દંડ બંનેની શક્યતા છે.

અરજદારે આપ્યું આત્મવિલોપનનું એલ્ટીમેટમ

અરજદાર રાજેન્દ્ર પટેલે કેસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો ઇડર મામલતદાર કચેરી સામે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારી છે. અગાઉ મામલતદાર એ.એ.રાવલ દ્વારા દસ્તાવેજો ન આપતાં તેમની બદલી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.