ગુજરાતમાં જન્માષ્ટમીના પાવન અવસર પર લોકો મોટા પ્રમાણમાં પોતાના વતન તરફ રવાના થાય છે. તહેવાર દરમ્યાન મુસાફરોને સહુલિયત મળી રહે તે માટે એસ.ટી નિગમે વિશેષ આયોજન કર્યું છે. આ વર્ષે નિગમ દ્વારા અંદાજે 1200 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના પોતાના ગંતવ્ય સુધી પહોંચી શકાય. અંદાજ મુજબ બે લાખથી વધુ મુસાફરો આ સુવિધાનો લાભ લેશે.
એસ.ટી નિગમ દ્વારા દર વર્ષે તહેવારો અને મેળાઓ દરમ્યાન નાગરિકોની સુવિધા માટે વિશેષ બસો ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, મહેસાણા જેવા મોટા શહેરો ઉપરાંત ડાકોર, દેવભૂમિ દ્વારકા, શામળાજી જેવા ધાર્મિક સ્થળોએ બસોના વધારાના ફેરીઓની વ્યવસ્થા કરવામાં આવશે.
ગત વર્ષે જન્માષ્ટમી પર 1000 બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે વધતી જરૂરિયાતને કારણે 1200 બસો ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ પગલાથી નાગરિકોની મુસાફરી આરામદાયક અને સલામત બનશે.

Leave a Reply