સ્વતંત્રતા દિવસ પર સચિન, કોહલી અને ભારતીય ક્રિકેટરોનો દેશભક્તિ ભર્યો સંદેશ

સ્વતંત્રતા દિવસ પર સચિન, કોહલી અને ભારતીય ક્રિકેટરોનો દેશભક્તિ ભર્યો સંદેશ

ભારતના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દેશભરમાં ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. આ અવસર પર ક્રિકેટ જગતના દિગ્ગજોએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી અને સૈનિકોને સલામ કરી.

ભારતીય ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રાષ્ટ્રધ્વજ સાથેની તસવીર શેર કરી અને “જય હિંદ” લખીને સંદેશ આપ્યો. વિરાટ કોહલીએ સ્ટોરીમાં લખ્યું કે, “આજે આપણે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ કારણ કે આપણા સૈનિકો સરહદ પર હિંમતભેર ઉભા છે. આજે આપણે આપણા અસલી હીરોને સલામ કરીએ છીએ. ભારતીય હોવાનો ગર્વ છે, જય હિંદ.”

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને લખ્યું, “મારો દેશ, મારી ઓળખ, મારું જીવન! જય હિન્દ!” જ્યારે ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલે વીડિયો શેર કરીને પોતાના અનુયાયીઓને શુભકામનાઓ પાઠવી.

BCCIએ પણ સોશિયલ મીડિયા પર સંદેશ શેર કરીને દેશવાસીઓને અભિનંદન આપ્યા અને લખ્યું, “બધા ભારતીયોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિન્દ.”

 

Leave a Reply

Your email address will not be published.