Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ

Asia Cup 2025: રિંકુ સિંહને ટીમમાંથી બહાર કરવાનો સંકેત, જાણો શું છે મોટું કારણ

એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં થશે. આ વચ્ચે એક મોટો અહેવાલ સામે આવ્યો છે કે IPL 2025માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા અને 13 કરોડ રૂપિયા માટે રિટેન થયેલા સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે.

રિંકુ સિંહે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધીમાં 33 મેચમાં 42ની સરેરાશ સાથે 546 રન બનાવ્યા છે, જેમાં ત્રણ અડધી સદી અને શ્રેષ્ઠ સ્કોર 69* રનનો સમાવેશ થાય છે. રિંકુ સિંહ કોલકાતા અને ભારત બંને માટે ફિનિશરની ભૂમિકામાં ઉત્તમ દેખાયો છે. છતાં, તાજા રિપોર્ટ્સ અનુસાર, એશિયા કપ 2025માં તેને સ્થાન નહીં મળે એવી શક્યતા છે.

કારણ એ છે કે છેલ્લા કેટલાક સમયથી અનેક યુવા ખેલાડીઓએ આ ફોર્મેટમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. IPL 2025માં પણ ઘણા નવા ચહેરાઓએ આક્રમક બેટિંગ કરી છે. રિંકુના અનુભવને નજરમાં રાખતા, તે હજુપણ ફિનિશર તરીકે સારો વિકલ્પ છે, પરંતુ પસંદગીકારો માટે નવી કોંબિનેશન અજમાવવાનો વિચાર થઈ શકે છે.

શુભમન ગિલ અંગે પણ ચર્ચા છે, જે હાલ ટેસ્ટ ટીમનો કેપ્ટન છે અને IPLમાં ગુજરાત ટાઈટન્સનું નેતૃત્વ કરે છે. કેટલાક માનતા હોય છે કે ગિલને એશિયા કપ 2025માં સ્થાન મળશે, જોકે તે ટોપ ઓર્ડર બેટ્સમેન છે, જ્યારે રિંકુ ફિનિશરની ભૂમિકામાં રમે છે.

જો રિંકુને બહાર કરવામાં આવે, તો હાર્દિક પંડ્યા સિવાય અક્ષર પટેલ, શિવમ દુબે અથવા જીતેશ શર્મા જેવા વિકલ્પો ફિનિશર તરીકે હોઈ શકે છે. જોકે IPL 2025માં રિંકુનું પ્રદર્શન ખાસ સારું નહોતું – તેણે 13 મેચમાં 29.43ની સરેરાશ સાથે 206 રન બનાવ્યા અને શ્રેષ્ઠ સ્કોર 38* રન રહ્યો. 2024 સિઝનમાં પણ તેની બેટિંગ ફોર્મ નબળી રહી હતી. હવે જોવું રહ્યું કે પસંદગીકારો શું મોટો નિર્ણય લે છે.

 

Leave a Reply

Your email address will not be published.