ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી. પોલીસ હાલમાં નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે અને આરોપીઓને શોધી રહી છે, જોકે હજુ સુધી તેમની ઓળખ થઈ નથી.
આ ઘટના પછી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને એલ્વિશના ફેન્સમાં પણ ચિંતા ફેલાઈ છે. તાજેતરમાં બોલીવૂડ ગાયક ફાઝિલપુરિયા પર પણ ગોળીબારની ઘટના બની હતી, જેના કારણે ગુરુગ્રામની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. એલ્વિશ યાદવ પોતાના યુટ્યુબ વ્લોગ્સ અને રોસ્ટ વીડિયોઝ માટે જાણીતા છે અને ઘણીવાર વિવાદોમાં પણ રહ્યા છે, જેમાં રેવ પાર્ટી કેસ, સાપના ઝેર મામલો અને અન્ય આરોપો શામેલ છે.

Leave a Reply