કઠુઆમાં આભ ફાટ્યું: 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચિંતા

કઠુઆમાં આભ ફાટ્યું: 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચિંતા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં થયેલી કુદરતી આપત્તિ બાદ હવે કઠુઆ જિલ્લામાં પણ આભ ફાટવાની ઘટના બની છે, જેના કારણે વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં આવેલા જોડ ઘાટી ગામમાં શનિવાર અને રવિવારે મધરાતે વાદળ ફાટતાં ચાર લોકોના મોત થયા છે અને છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યૂ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી અને બચાવ તેમજ રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. વાદળ ફાટવાથી રસ્તાઓ ધોવાઈ જતાં ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી થઈ છે. સ્થાનિક રહેવાસીઓના ઘર, જમીન અને સંપત્તિને પણ ભારે નુકસાન થયું છે.

અધિકારીઓએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે પાણીના સ્તર સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ભયનું માહોલ છે. હાલ પ્રશાસન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને પાણીના સ્ત્રોતોથી દૂર રહેવાની સલાહ આપી છે.

 

Leave a Reply

Your email address will not be published.