બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનના મોટા દીકરા આર્યન ખાન ડિરેક્ટર તરીકે પોતાની શરૂઆત કરી રહ્યો છે, અને તેની મચઅવેટેડ વેબ સીરિઝ ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’નો પહેલો વીડિયો રવિવારે (17 ઓગસ્ટ) રિલીઝ થયો છે. નેટફ્લિક્સ ઈન્ડિયાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો અને શેર થતાની સાથે જ તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે.
આ વીડિયોમાં આર્યન ખાનનો સ્ટાઈલિશ લૂક જોવા મળી રહ્યો છે, જેને જોઈને ફેન્સ ઉત્સાહિત થઈ ગયા છે અને સીરિઝને સુપરહિટ ગણાવી રહ્યા છે. નેટફ્લિક્સે પોસ્ટમાં જણાવ્યું કે, ‘ઘણું થયું? આદત પાડી દો… ‘ધ બૈડ્સ ઓફ બોલિવૂડ’ પ્રીવ્યૂ 20 ઓગસ્ટે આવી રહ્યું છે.’ આ સીરિઝની વિશેષતા એ છે કે તેમાં શાહરૂખ ખાનનો એક શાનદાર કેમિયો પણ જોવા મળશે.
સીરિઝને રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે. શાહરૂખ ખાને ગઈકાલે પોતાના #AskSRK સેશન દરમિયાન આ સીરિઝ વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે શોની પહેલી ઝલક આજે રિલીઝ થવાની છે. તેમણે આ પણ કહ્યું કે સીરિઝમાં ઈન્ડસ્ટ્રીના અનેક જાણીતા ચહેરાઓ જોવા મળશે. પોતાની ભૂમિકાને લઈને શાહરૂખ ખાને મજાકિયા અંદાજમાં કહ્યું – ‘મૈં તો હૂં હી, હક સે..’

Leave a Reply