વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માટે નવા સુધારાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે આ ફેરફારો આ દિવાળીએ લાગુ થઈ શકે છે. સરકારે ટેક્સ સ્લેબને સરળ બનાવવા, ચીજવસ્તુઓ અને સેવાઓ સસ્તી કરવાની દિશામાં મોટા પગલાં ભર્યા છે. નાણાં મંત્રાલયના સૂત્રો મુજબ, હવે વેપારીઓને માત્ર ત્રણ દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મળશે, જેમાં 95 ટકા અરજીઓ આ સમયમાં મંજૂર થઈ જશે. ઉપરાંત, ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) અને ઈનવર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચર સંબંધિત રિફંડ ઓટોમેટિક કરવાની પણ યોજના છે, જેના કારણે મેન્યુઅલ કામગીરી ઘટશે અને રિફંડ ઝડપી મળશે. નિકાસકારો માટે પણ ઓટોમેટેડ રિફંડ સિસ્ટમનો પ્રસ્તાવ છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અગાઉ રિફંડમાં વિલંબ થવાથી MSME સેક્ટરને મૂળીની અછતનો સામનો કરવો પડતો હતો, પરંતુ હવે ઓટોમેટેડ રિફંડ અને તાત્કાલિક રજિસ્ટ્રેશનથી રોકડ પ્રવાહમાં સુધારો થશે અને એન્ટરપ્રાઇઝિસનો સમય પણ બચશે.
નાણાં મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ટેક્સ સિસ્ટમને વધુ સરળ, સ્પષ્ટ અને કાર્યક્ષમ બનાવવા માટે 20-21 ઓગસ્ટે મંત્રી જૂથ (GoM) બેઠક યોજશે અને જીએસટી સુધારા પ્રસ્તાવને અંતિમ રૂપ આપશે. ત્યારબાદ આ પ્રસ્તાવોને સપ્ટેમ્બરના ત્રીજા અથવા ચોથા સપ્તાહમાં જીએસટી પરિષદ સમક્ષ રજૂ કરાશે, જ્યાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply