ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અને સરહદ પર શાંતિ જાળવવા માટે કેન્દ્રિત રહી. ડોભાલે જણાવ્યું કે બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યું છે, જે એક સકારાત્મક સંકેત છે. ગત વર્ષ ઓક્ટોબરમાં કઝાનમાં નવી પહેલ બાદ સંબંધોમાં સુધારો જોવા મળ્યો છે, જેના કારણે વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધ્યો છે.
ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે સરહદ વિવાદના ઉકેલ માટેની નવી દિલ્હી બેઠક મહત્વપૂર્ણ રહેશે. તેમણે સ્વીકાર્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી નિષ્ફળતાઓ બંને દેશના હિતમાં નહોતી, પરંતુ તાજેતરના કઝાનમાં પ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન મોદી વચ્ચેની બેઠકએ સકારાત્મક વલણ આપ્યું છે. બંને દેશો હવે ઉકેલો શોધવા માટે પ્રતિબદ્ધ છે અને વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા માટે તૈયાર છે.

Leave a Reply