‘હવે બીજું તો શું કરી શકે…’ સ્ટાર ઓપનરને એશિયા કપમાં સ્થાન ન મળતાં અશ્વિન ભડક્યો

Home » Latest Update » ‘હવે બીજું તો શું કરી શકે…’ સ્ટાર ઓપનરને એશિયા કપમાં સ્થાન ન મળતાં અશ્વિન ભડક્યો
‘હવે-બીજું-તો-શું-કરી-શકે…’-સ્ટાર-ઓપનરને-એશિયા-કપમાં-સ્થાન-ન-મળતાં-અશ્વિન-ભડક્યો

Ashwin expounds on Shubman Gill vs Yashasvi Jaiswal : BCCIની પસંદગી સમિતિના પ્રમુખ અજીત અગરકરે એશિયા કપ 2025 માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, પણ આ ટીમના પસંદગીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. ટીમની પસંદગીમાં સૌથી ચોંકાવનારો નિર્ણય હતો યશસ્વી જયસ્વાલને ડ્રોપ કરવો. ત્યારે બીજી બાજુ શુભમન ગિલની વાપસી થઈ છે અને તેને વાઇસ કેપ્ટનની પણ જવાબદારી સોંપવામાં આવી છે. યશસ્વીને ડ્રોપ કરવા પર પૂર્વ ભારતીય ઑફ સ્પિનર આર અશ્વિને (R Ashwin) પણ નારાજગી વ્યક્ત કરી છે. 

યશસ્વી જયસ્વાલને ડ્રોપ કરવા પર ભડક્યો આર અશ્વિન 

યશસ્વી જયસવાલે  T20 વર્લ્ડ કપ 2024માં ભારતના બેકઅપ ઓપનર તરીકે સ્થાન મેળવ્યું હતું, હવે અચાનક તેણે એશિયા કપ 2025થી ડ્રોપ કરવામાં આવતા અનેક ક્રિકેટચાહકો નારાજ છે. સિલેક્ટર્સના આ નિર્ણયથી યશસ્વીના કારકિર્દીમાં મોટો ફરક પડી શકે છે. જણાવી દઈએ કે જયસ્વાલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં પણ ડેબ્યૂ કર્યા બાદ તેણે સારું પ્રદર્શન આપ્યું હતું. ટેસ્ટ હોય કે T20 કે પછી વનડે, યશસ્વીએ દરેક ફોર્મેટમાં સારું પ્રદર્શન કર્યું છે. છતાં તેણે એશિયાકપ માટે સિલેકટ કરવામાં આવ્યો નથી. સિલેકટરના નિર્ણય સામે અશ્વિને પ્રતિક્રિયા આપી હતી. 

શું કહ્યું  આર અશ્વિને? 

અશ્વિને કહ્યું કે,’ હવે શક્ય છે કે યશસ્વી ટીમ માટે રમવાની બદલે પોતાના માટે રમવાનું શરૂ કરે. આ તેના મનોબળ પર અસર કરી શકે છે.’અશ્વિને આગળ જણાવ્યું કે,’જયસ્વાલને જ્યારે ટેસ્ટ ક્રિકેટ રમવાની તક મળી, ત્યારે સારું પ્રદર્શન આપ્યું. તેને જે પણ ફોર્મેટમાં રમવાની તક મળી છે ત્યાં તેનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું છે,તે છતાં તેણે એશિયા કપ માટે સિલેકટ કરવામાં ન આવ્યો.’અશ્વિને જયસ્વાલની T20 સ્ટ્રાઈક રેટ (165)ને સંબોધતા જણાવ્યું કે આવા ખેલાડીઓ મળવા મુશ્કેલ છે જે ટીમ માટે નિઃસ્વાર્થ રમે છે. અશ્વિને કહ્યું,’ઘણા બેટ્સમેન પોતાની એવરેજ અને નંબર બચાવવા રમે છે. પણ યશસ્વી હંમેશાં તક મળતા શૉટ મારી, ટીમનો વિચાર કરે છે. છતા તેણે ટીમથી બહાર કરવો તે ખરેખર દુર્ભાગ્ય છે. તે દર્શાવે છે કે T20 હવે એવો ફોર્મેટ બની ગયો છે જ્યાં ખેલાડીઓ પોતાની જગ્યા બચાવવા માટે રમે છે.’ 

Leave a Reply

Your email address will not be published.