ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી

ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી

ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય.

કોર્ટના નિર્ણય અનુસાર, ટ્રાયલ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવ્યો છે અને એમપી-એમએલએ કોર્ટ દ્વારા ફટકારેલી બે વર્ષની સજાનો પણ અંત આવ્યો છે. અબ્બાસે 2022ની વિધાનસભા ચૂંટણી દરમ્યાન ધમકી આપતાં કહ્યું હતું કે જો સમાજવાદી પાર્ટી સત્તામાં આવશે તો રાજ્યના અધિકારીઓને પરિણામો ભોગવવા પડશે. આ ભાષણને આધારે તેના વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને તેને બે વર્ષની સજા તેમજ બે હજારનો દંડ ફટકારાયો હતો.

આ કેસમાં મંચ પર અબ્બાસ સાથે હાજર ચૂંટણી એજન્ટ મંસૂર અંસારીને પણ છ મહિનાની સજા આપવામાં આવી હતી. અબ્બાસે અગાઉ સજા સ્થગિત કરવાની અરજી કરી હતી જે ફગાવવામાં આવી હતી, જેના વિરુદ્ધ તેણે હાઈકોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અંતે, હાઈકોર્ટએ તેને રાહત આપી અને ચુકાદો રદ કર્યો છે.

 

Leave a Reply

Your email address will not be published.