જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ

જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં વિવાદમાં, અક્ષય કુમાર અને અરશદ વારસી માટે કોર્ટનું સમન્સ

બોલિવૂડની અપકમિંગ ફિલ્મ જોલી એલએલબી 3 રિલીઝ પહેલાં જ કાનૂની વિવાદમાં ઘેરાઈ ગઈ છે. પુણેની સિવિલ કોર્ટે અક્ષય કુમાર અને અરશદ વારસીને કોર્ટમાં હાજર થવાનો સમન્સ મોકલ્યો છે. આ પગલું ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજોને અપમાનજનક રીતે દર્શાવવાના આરોપોને કારણે લેવાયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વકીલ વાજેદ ખાન અને ગણેશ મહાસ્કેએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે ફિલ્મના ટીઝરમાં વકીલો અને જજની મજાક ઉડાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે અભિનેતાઓએ ક્રિએટિવિટીના નામે અશ્લીલ રમૂજનો ઉપયોગ કરીને કાનૂની વ્યવસાયને અવમાનિત કર્યું છે. અરજદારોના જણાવ્યા મુજબ ફિલ્મમાં બધા વકીલો જજોને “મામુ” કહે છે, જે ન્યાયપાલિકાનું અપમાન છે.

આ મામલે 12મા જુનિયર ડિવિઝનના સિવિલ જજ જે. જી. પવારે અભિનેતાઓ અને ફિલ્મના મેકર્સને 28 ઓગસ્ટે કોર્ટમાં હાજર થવા જણાવ્યું છે. ઉપરાંત, અરજદારોે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માગણી પણ કરી છે.

જણાવી દઈએ કે ગયા અઠવાડિયે અક્ષય કુમાર અને અરશદ વારસી સ્ટારર આ ફિલ્મનો ટીઝર રિલીઝ થયો હતો. સુભાષ કપૂર દ્વારા નિર્દેશિત અને આલોક જૈન તથા અજીત અંધારે દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સૌરભ શુક્લા, હુમા કુરેશી, અમૃતા રાવ અને ગજરાજ રાવ પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ 19 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

Leave a Reply

Your email address will not be published.