બિહારના અરરિયામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી અને કેન્દ્ર સરકાર તેમજ ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશભરમાં વોટ ચોરી થઈ રહી છે, પરંતુ ચૂંટણી પંચ આ મામલે મૌન છે.
તેમણે કહ્યું, “હવે કરોડો લોકો માને છે કે વોટ ચોરી થઈ છે. કર્ણાટક, મહારાષ્ટ્ર અને હરિયાણામાં અમારી પાર્ટીને વોટર લિસ્ટ પણ આપવામાં આવી નથી. અમે બિહારમાં વોટ ચોરી થવા દઇશું નહીં.”
રાહુલ ગાંધીના અનુસાર, તેમણે કર્ણાટકના મહાદેવપુરા સંબંધિત ડેટા રાખ્યો હતો અને ચૂંટણી પંચને પુછ્યું કે 1 લાખ નકલી મતદારો ક્યાંથી આવ્યા? જો કે, ચૂંટણી પંચનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. તેમણે જણાવ્યું કે, તેમના પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, પંચે સોગંદનામું માંગ્યું, જ્યારે ભાજપના અનુરાગ ઠાકુરને તે જરૂરી ન હતું, જે પંચની તટસ્થતા પર પ્રશ્ન ઉભો કરે છે. તેમણે સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પદ્ધતિ અને 65 લાખ બિહારી મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનો બાબત પર ઉઠાવ્યા પ્રશ્નો. બિહારમાં મુખ્યમંત્રીના ચહેરા અંગે રાહુલ મૌન રહ્યા.
તેજસ્વી યાદવે કહ્યું કે, ચૂંટણી પંચ હવે એક “ગોદી પંચ” બની ગયું છે અને ભાજપના કાર્યકર તરીકે કાર્યરત છે. તેમણે પંચની વિશ્વસનીયતા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ હોવાનું જણાવ્યું. તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જણાવ્યું કે, તેઓ અફવાઓ ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને બિહાર પ્રવાસ દરમિયાન ઉલ્લેખ કરેલા ઘુસણખોરોના નામ ચૂંટણી પંચના સોગંદનામામાં સમાવિષ્ટ નથી.
કોંગ્રેસ રાહુલ ગાંધી સમગ્ર દેશમાં વોટર અધિકાર યાત્રા ઝુંબેશ ચલાવી રહ્યા છે, જેના દ્વારા મતદારોમાં જાગૃતતા વધારવી અને તેમના અધિકારોને મજબૂત બનાવવાનું લક્ષ્ય છે. આ યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ અને અન્ય I.N.D.I.A મહાગઠબંધનના નેતાઓ પણ જોડાયેલા છે, જેમણે વિવિધ જિલ્લાઓમાં જનસભા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા મતદારો સાથે સંવાદ કર્યો.

Leave a Reply