ભારતનું ‘સુદર્શન ચક્ર’: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ IADWS

ભારતનું ‘સુદર્શન ચક્ર’: DRDOએ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ IADWS

ભારતના રક્ષણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ઓડિશાના દરિયાકાંઠે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS)નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. બહુસ્તરીય સર્વેલન્સ, લેસર આધારિત હથિયારો અને અદ્યતન ટેકનોલોજી ધરાવતી આ સિસ્ટમ ભારતના સુરક્ષા તંત્રમાં ક્રાંતિ લાવશે.

આ સિસ્ટમમાં ત્રણ મુખ્ય ઘટકોનો સમાવેશ થાય છે – ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઈલ (QRSAM), વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ (VSHORADS) અને ડાયરેક્ટેડ એનર્જી વેપન (DEW). QRSAM 3 થી 30 કિ.મી. સુધીના અંતરે લક્ષ્યો પર હુમલો કરી શકે છે, જ્યારે VSHORADS 6 કિ.મી. સુધીની ટૂંકી રેન્જમાં ડ્રોન અને હેલિકોપ્ટરનો નાશ કરી શકે છે. સૌથી ખાસ DEW છે, જે લેસર આધારિત હાઈ પાવર હથિયાર છે અને તે પ્રકાશની ગતિએ હુમલો કરી શકે છે.

23 ઓગસ્ટ, 2025ના રોજ ઓડિશાના તટ પર આયોજિત પરીક્ષણ દરમિયાન આ સિસ્ટમ દ્વારા UAV અને મલ્ટિ-કોપ્ટર ડ્રોનને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. DRDO મુજબ આ પરીક્ષણમાં તમામ ઘટકોે રડાર, ટ્રેકિંગ અને કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં સંપૂર્ણ સફળતા હાંસલ કરી છે.

આ સ્વદેશી સિસ્ટમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા ‘સુદર્શન ચક્ર’ પ્રોજેક્ટનો મુખ્ય હિસ્સો છે. આ પ્રોજેક્ટનો હેતુ 2035 સુધી ભારતને સંપૂર્ણ સુરક્ષા કવચ પ્રદાન કરવાનો છે. વિશ્વના થોડા દેશો પાસે જ લેસર આધારિત શસ્ત્રોની ટેકનોલોજી છે, જેમાં હવે ભારત પણ જોડાયું છે.

IADWS રાષ્ટ્રરક્ષામાં અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે – તે આત્મનિર્ભર ભારતને મજબૂત બનાવે છે, હવાઈ ખતરાઓ સામે બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે, અસરકારક અને ઓછી ખર્ચાળ છે અને વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે.

 

Leave a Reply

Your email address will not be published.